Home /News /samachar /New launched bike : બે અલ્ટો K10 જેટલી છે આ બાઈકની કીંમત, શાનદાર એડવાન્સ ફીચર જોઈને દંગ રહી જશો

New launched bike : બે અલ્ટો K10 જેટલી છે આ બાઈકની કીંમત, શાનદાર એડવાન્સ ફીચર જોઈને દંગ રહી જશો

બે અલ્ટો જેટલી કિંમતમાં આવે છે કાવાસાકીની આ બાઈક, ફીચર્સ જાણી દિવાના બની જશો.

New launched bike : કાવાસાકીએ ભારતીય બજારોમાં નવુ બાઈક લોન્ચ કર્યુ. તેની કીંમત 8.93 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ થાય છે. બાઈકમાં કોઈ પણ પ્રકારનો યાંત્રિક બદલાવ કરવામાં આવ્યો નથી. તેના બદલે બાઈકમાં ડ્યુઅલ ટોન કલર સ્કીમની સાથે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કાવાસાકી ઈન્ડિયાએ ભારતીય બજારોમાં નવી 2023 Z900 મોટરસાઈકલને લોન્ચ કરી દીધી છે. તેની કીંમત 8.93 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ થાય છે. બાઈકમાં કોઈ પણ પ્રકારનો યાંત્રિક બદલાવ કરવામાં આવ્યો નથી. તેના બદલે બાઈકમાં ડ્યુઅલ ટોન કલર સ્કીમની સાથે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં મેટેલિક કાર્બન ગ્રેની સાથે મેટાલિક ફેન્ટમ સિલ્વર અને મેટાલિક મેટ ગ્રેફીન સ્ટીલ ગ્રેની સાથે ઈબોની વિકલ્પ મળશે.

    બાઈકમાં નવા ડિઝાઈન તત્વો ઉમેરાયા


    ફેરફારોની વાત કરીએ તો નવા કલર સ્કીમની સાથે Z900 માં કેટલાક નવા ડિઝાઈન તત્વો પણ જોડવામાં આવ્યા છે. ફ્રેમ અને એલોય વ્હીલને લાલ કે લીલા રંગમાં રાખવામાં આવ્યુ છે. ઉપરની તરફ એક આક્રમક એલઈડી હેડલેમ્પ છે, ટંકી કફનની સાથે મસ્કુલર ફ્યુલ ટાંકી, એક સ્પ્લિટ સેટઅપ અને એક ઝેડ-આકારનો એલઈડી લેમ્પ પણ છે.

    આ પણ વાંચોઃ ભારતની આ 5 રોમાંચક રોડ ટ્રિપ્સ જે બાઈકર્સ માટે છે સ્વર્ગ સમાન, જુઓ ફોટો

    બહુજ શક્તિશાળી છે એન્જિન


    કાવાસાકી Z900 માં પહેલાની જેમ 948 cc નું જ એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન લિક્વિડ-કૂલ્ડ અને BS6 કમ્પલેન્ટ છે. આ આરપીએમ પર 123.6 બીએચપી અને 7,700 આરપીએમ પર 98.6 એનએમ પીક ટોર્ક પેદા કરે છે. તેને સિક્સ-સ્પીડ ગિયરબોક્સ અને સાઈડ-સ્લંગ એગ્જોસ્ટ ડિઝાઈન સાથે જોડવામાં આવ્યુ છે.

    બાઈકમાં અનેક એડવાન્સ ફીચર મળે છે


    ફીચર્સની વાત કરીએ તો, Z900 ટ્રેક્શન કન્ટ્રોલની સાથે આવે છે. આમાં લૉ પાવર અને ફુલ પાવર એમ બે પાવર મોડ છે. લૉ પાવર મોડમાં આઉટપુટ 55 ટકા સુધી મર્યાદિત છે. ઉપરાંત સ્પોર્ટ, રોડ, રેન અને રાઈડર એમ ચાર રાઈડિંગ મોડ પણ છે. રાઈડરમાં વ્યક્તિ પોતાની પસંદ અનુસાર બાઈક સેટ કરી શકે છે. ઈન્સટ્રૂમેન્ટ ક્લસ્ટરના માટે એક ટીએફટી સ્ક્રીન છે. આ બ્લૂટૂથ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે.

    આ પણ વાંચોઃ શા માટે લોકોએ ખરીદવી જોઇએ ન્યૂ મારૂતિ સુઝુકી અલ્ટો કે10? કંપનીએ દર્શાવ્યા દમદાર ફીચર્સ

    બંને છેડે ડિસ્ક બ્રેક ઉપલબ્ધ છે


    સસ્પેન્શનના માટે આગળની તરફ 41 મિમી યૂએસડી ફોર્કસ અને પાછળ એક મોનો-શૉક ઓબ્જર્વર જોવા મળે છે. કાવાસાકીમાં વધારે લવચીક સ્ટીલથી બનેલા ટ્રેલિસ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રેકિંગ ડ્યૂટી સામે ડ્યુઅલ 300 મિમી પેટલ ડિસ્ક અને 250 મિમી પેટલ ડિસ્ક જોવા મળે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bike News, Launched in india, Motorcycle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन