Home /News /samachar /જીતની ખુશીમાં ફટાકડા ફોડવા BJP નેતાના પુત્રને ભારે પડ્યા, માર મારી હત્યા કરી દેવાઈ, લાશ ઝાડ પર લટકાવી

જીતની ખુશીમાં ફટાકડા ફોડવા BJP નેતાના પુત્રને ભારે પડ્યા, માર મારી હત્યા કરી દેવાઈ, લાશ ઝાડ પર લટકાવી

ફટાકડા ફોડી જશ્ન મનાવવાનું તેમના દીકરાને ભારે પડી ગયું છે. અને વિવાદ એટલો વધી ગયો છે કે ગામના કેટલાક અજાણ્યા યુવકોએ તેને ઢોર મારમારી તેની હત્યા કરી દીધી છે.

ફટાકડા ફોડી જશ્ન મનાવવાનું તેમના દીકરાને ભારે પડી ગયું છે. અને વિવાદ એટલો વધી ગયો છે કે ગામના કેટલાક અજાણ્યા યુવકોએ તેને ઢોર મારમારી તેની હત્યા કરી દીધી છે.

    કટિહાર: બિહારના કટિહારમાં એનડીએની જીતની ખુશીમાં ફટાકડા ફોડવા પર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. મૃતક ભાજપા બૂથ અધ્યક્ષ અને વોર્ડ મેમ્બરનો પુત્ર હતો. પરિવારના લોકોએ જણાવ્યું કે, ફટાકડા ફોડી જશ્ન મનાવવાનું તેમના દીકરાને ભારે પડી ગયું છે. અને વિવાદ એટલો વધી ગયો છે કે ગામના કેટલાક અજાણ્યા યુવકોએ તેને ઢોર મારમારી તેની હત્યા કરી દીધી છે. હત્યા બાદ લાશને ગામમાં સ્થિત દરગાહ બહાર એક ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી.

    ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે. જિલ્લાના ફાલ્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોહાથા ઉત્તર પંચાયતના ગોપાલપટ્ટી ગામે મંગળવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. ભાજપના બૂથ પ્રમુખ દિનેશ મુનિએ જણાવ્યું હતું કે, તેના 18 વર્ષના પુત્ર રણજીત કુમારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકની માતા ઉષા દેવી પણ વોર્ડ સભ્ય છે.

    ભાજપના બૂથ પ્રમુખ દિનેશ મુનિએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો પુત્ર ફટાકડા ફોડી રહ્યો હતો, જેનાથી કેટલાક લોકો હેરાન પરેશાન થયા હતા. આ પછી, બુધવારે સવારે દરગાહ બહાર તેના પુત્રની લાશ ઝાડ પર લટકતી મળી હતી. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતીથી એનડીએને જીત મળ્યા બાદ ફટાકડા ફોડવા બાબતે ગામના જ કેટલાક યુવાનો સાથે વિવાદ થયો હતો. તેઓનો આક્ષેપ છે કે તે જ લોકોએ તેમના પુત્રની હત્યા કરી છે.

    55ની ઉંમરે PI પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મોકલાવ્યું રેતી ભરેલું ટ્રેક્ટર, થયા સસ્પેન્ડ

    55ની ઉંમરે PI પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મોકલાવ્યું રેતી ભરેલું ટ્રેક્ટર, થયા સસ્પેન્ડ

    મૃતક યુવકના શરીર ઉપર માર-મારવાના અને ઘાયલ થયાના નિશાન પણ મળ્યા છે. મૃતકના પિતા દિનેશ મુની ખૂબ જ સમર્પિત ભાજપ કાર્યકર છે. ઘટના બાદ ફાલકા પોલીસ મથકના પીઆઈ સુનીલકુમાર મંડળ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકનો મૃતદેહ લઇને પોસ્ટ મોર્ટમ માટે સદર હોસ્પિટલ કટિહાર મોકલી આપ્યો હતો. પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદ પર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    Loveનું ભૂત થયું સવાર: બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા હોડિંગ્સ પર ચઢી ગઈ સગીરા, કર્યો હંગામો

    Loveનું ભૂત થયું સવાર: બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા હોડિંગ્સ પર ચઢી ગઈ સગીરા, કર્યો હંગામો

    ઉલ્લેખનીય છે કે, બિહારમાં એનડીએ (NDA) ગઠબંધને 125 સીટો પર જીત નોંધાવીને ફરી એકવાર સત્તા પર હક જમાવી દીધો છે. વાયદા મુજબ નીતીશ કુમાર (Nitish Kumar) જ રાજ્યના મુખ્યમંત્રી હશે. ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ નીતીશ કુમારને જીતની શુભેચ્છાઓ પાઠવી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ માનીએ તો આ વખતે નીતીશ માટે રસ્તો સરળ નહીં હોય. આવનારા દિવસોમાં તેમને સાઇડલાઇન પણ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 મહિના બાદ નીતીશ પર તલવાર લટકી શકે છે. બીજેપીના અનેક નેતા તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો