ફેમ આમના શરીફે તે શોમાં કશીષ તરીકે લોકોનું દિલ જીતી લીધું હતું, હવે તે કસોટી જિંદગી 2 માં કોમોલિકાના પાત્ર તરીકે અનુરાગને ફસાવવા માટે આવી રહી છે. આ નવી કોમોલિકાના ફોટા જાહેર થયા છે. આ લૂકમાં આમના શરીફ હોટ અને સેક્સી લાગી રહી છે.
અમિત કપૂર સાથે લગ્ન કર્યા બાદ આમના નાના પડદે ગાયબ થઈ ગઈ હતી. તે લગભગ 6 વર્ષ પછી પરત ફરી રી છે. આમનાએ 2015 માં એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકની માતા હોવા છતાં તે આશ્ચર્યજનક લાગે છે.
હિના ખાન જ્યારે કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકા તરીકે દાખલ થઈ હતી, ત્યારે તેના લૂકની ઘણી ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તેનો નખરાળો અંદાજ પણ પસંદ આવ્યો હતો. પરંતુ, કેટલાક કારણોને લીધે હિના ખાનને વચ્ચે જ શો છોડી દીધો હતો. તેમની જગ્યાએ ઘણા લોકોનાં નામ આવતાં હતાં, પરંતુ અંતિમ મુહર આમના શરીફનાં નામ પર રાખવામાં આવી. હવે જોઈએ કે અમના લોકોના દિલ પર કેટલું રાજ કરે છે.
કૌસોટી જિંદગી કી 2ના આગામી ટ્વિસ્ટ વિશે વાત કરીએ તો પ્રેરણાએ મિસ્ટર બજાજ સાથે લગ્ન કેમ કર્યા તે અંગે અનુરાગને પૂરાવો મળી ગયો છે. તો બીજી તરફ મિસ્ટર બજાજ પણ પ્રેરણાને પસંદ કરે છે. હવે નવી કોમોલિકાની એન્ટ્રી થયા બાદ આ ધમાકાઓ થઇ શકે છે.
નવી કોમોલિકા પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ તેમનું નામની ઓળખાણ કરશે નહીં, કોમોલિકા ઓળખાણ અને નવું નામ સાથે પરત ફરી રહી છે.
મોહિનીને કોમોલિકા જબરદસ્ત બેવકૂફ બનાવશે, બાદમાં અનુરાગની દુલ્હન બની જશે. ત્યારબાદ તેના તમામ કાળા સબૂતને નાબુત કરી દેશે.
તમામને ડરાવનારી નવી કોમોલિકા પોતે જ મિસ્ટર બજાજથી ડરી જશે અને પ્રેરણા કે મિસ્ટર બજાજનો વાળ પણ વાંકો નહીં કરી શકે.
કોમોલિકા અનુસારગને નુકસાન પહોંચાડવા માટે ખૂબ જ પ્રયત્ન કરશે, હવે કોમોલિકા એવા ટશન કરશે કે જેનાથી અનુરાગ અને પ્રેરણા બરબાદ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર