Home /News /samachar /RSS પદાધિકારીની સ્કૂલમાં બાળકોએ ક્રિએટ કર્યો 'બાબરી વિધ્વંસ'નો સીન, Video વાયરલ

RSS પદાધિકારીની સ્કૂલમાં બાળકોએ ક્રિએટ કર્યો 'બાબરી વિધ્વંસ'નો સીન, Video વાયરલ

જે સ્કૂલ કાર્યક્રમમાં બાબરી વિધ્વંસની નાટકીય રજૂઆત થઈ તેમાં કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા અને કિરણ બેદી મુખ્ય મહેમાન હતા

જે સ્કૂલ કાર્યક્રમમાં બાબરી વિધ્વંસની નાટકીય રજૂઆત થઈ તેમાં કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા અને કિરણ બેદી મુખ્ય મહેમાન હતા

  બેંગલુરુ : કર્ણાટક (Karnataka)ના મેંગલોર (Manglore)માં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના પદાધિકારી દ્વારા સંચાલિત સ્કૂલ શ્રીરામ વિદ્યા કેન્દ્રનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકો બાબરી મસ્જિદના પોસ્ટર તરફ ભાગી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં 'શ્રીરામ ચંદ્ર કી જય' અને 'ભારત માતા કી જય'ના નારા લાગી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકો બાબરી મસ્જિદના પોસ્ટને ફાડીને નીચે ફેંદી દે છે અને આ દરમિયાન 'જય હનુમાન' અને 'બોલો બજરંગ બલી કી જય'ના નારા લગાવવામાં આવ્યા.

  ચોંકાવનારી વાત એ છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા અને પુડ્ડુચેરીની લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી અતિથિ હતાં. આ સ્કૂલ પ્રભાકર ભટ્ટના ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભટ્ટ કર્ણાટકમાં પ્રભાવી વ્યક્તિ છે.

  આ ઘટનાને લઈ ભારતીય યુવા કૉંગ્રેસના નેતા શ્રીવત્સે ટ્વિટ કર્યુ કે, આરએસએસના એક નેતા દ્વારા સંચાલિત કર્ણાટકમાં એક સ્કૂલ પોતાના સ્ટુડન્ટ્સને બાબરી મસ્જિદના વિધ્વંસનું નાટકીય ચિત્રણ કરાવી રહી છે. આ ભારતમાં શિક્ષણનું ભવિષ્ય છે? જ્યારે આપણા સમાજ પર RSS-BJP અધિગ્રહણ પૂરું થઈ ગયું છે અને આ જ કારણ છે કે પ્રતિરોધ કરવો અમારું કર્તવ્ય છે.

  બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા વી.એસ. ઉગ્રપ્પાએ કહ્યુ કે કાર્યક્રમનો એજન્ડા હિન્દુઓને પ્રભાવિત કરવાનો છે. બાદમાં કિરણ બેદીએ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિર નિર્માણને લગતો સ્કૂલના બાળકોનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો.

  આ ઘટનાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયાર પર અનેક લોકો સવાલ ઊભા કરી રહ્યા છે કે આ પ્રકારની રાજનીતિમાં બાળકોને કેવી રીતે સામેલ કરી શકાય છે અને આ પ્રકારની ચીજો સ્કૂલમાં કેમ લાગુ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, જામિયા હિંસા : 10 આરોપીની ધરપકડ, પોલીસનો દાવો - તમામના અપરાધિક રેકોર્ડ, કોઈ સ્ટુડન્ટ નહીં
  First published:

  विज्ञापन
  विज्ञापन