બોલિવૂડ ઍક્ટ્રેસ કરિના કપૂર ખાન ઇન્ડસ્ટ્રીમાં તેની ફેશન અને ફિટનેસ માટે જાણીતી છે. વાતો તેનાં જીમ લૂકની હોય કે એરપોર્ટ લૂકની તે હમેશાં ચર્ચામાં રહે છે.
યુવતીઓ તેની ફેશન સેન્સ ફોલો કરે છે. બેબો દરેક સ્ટાઇલ ખુબજ ગ્રેસફૂલી ફ્લોન્ટ કરે છે અને તે તેમાં સુંદર પણ લાગે છે.
હાલમાં જ તે 'ગુડ ન્યૂઝ' ફિલ્મનાં ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેણે લાઇટ યલો કલરનું વન પીસ પહેર્યું હતું જેમાં તે ખુબજ ગ્લેમરસ લાગતી હતી.
તેણે ખુબજ મિનિમલ મેકઅપ કર્યો હતો અને સાથે જ ન્યૂડ લિપસ્ટિક કરી કરી હતી જેમાં તે જામતી હતી.
આ ઇવેન્ટમાં તેણે અક્ષય કુમારનાં ખોળામાં બેસીને પોઝ આપ્યો હતો.