મુંબઇ: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. દરેક મુદ્દા પર તે તેનો પોઇન્ટઓફ વ્યૂ મુકતી જ હોય છે. હાલમાં જ તેણે ટ્વિટર પર નવરાત્રીનાં શુભ સમય પર તેની એક તસવીર શેર કરતાં ફેન્સને નવરાત્રી (Navratri 2020)ની શુભકામનાઓ આપી છે. આ તસવીરમાં તે આદિશક્તિ મા દુર્ગાની પૂજા અર્ચના કરી રહી છે.
કંગના રનૌટ (Kangana Ranaut)એ તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'શક્તિ વગર શિવ પરમ શૂન્ય છે. તેનો અર્થ છે કે, શક્તિ જ બધુ છે. અને તેમાં અપાર સંભાવનાએ છે, ચાલો આ નવરાત્રી તેનાં ઉર્જા સિસ્ટમ વધારવાંનું કામ કરે છે.'
Shiva is absolute nothingness Shakti is the play of energy which means Shakti is everything #नवरात्रि has tremendous possibilities, let’s work on enhancing our energy system #Navratri2020pic.twitter.com/6lPoICCI7p
એક્ટ્રેસે ગત દિવસોમાં તેનાં સંઘર્ષ યાદ કરતાં ટ્વિટમાં શક્તિની વાત કરી છે. એક્ટ્રેસ આ દિવસોમાં તેની ફિલ્મો અંગે ચર્ચામાં બનેલી રહે છે. જ્યાં હાલમાં જ તેની ફિલ્મ 'થલાઇવી'નું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે અને તે તેની અન્ય ફિલ્મો જેવી કે 'તેજસ' અને 'ધાકડ' માટે કઠિન ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વીડિયો દ્વારા ફરી એક વખત તેણે જયા બચ્ચન પર તેમનાં 'થાલી' વાળા નિવેદન પર નિશાન સાધ્યું છે. તેણે તેની પોસ્ટમાં જયા બચ્ચનનું નામ નથી લીધુ, પણ બોલિવૂડની થાળી લખીને તીખા વાર કર્યા છે. વીડિયોની વાત કરી એ તો, વીડિયોમાં કંગના તેનાં હોમટાઉન મનાલીમાં તેની અપકમિંગ ફિલ્મની ટ્રેનિંગ લઇ રહી છે. ફિલ્મમાં દમદાર એક્શન માટે તે પ્રભાવશાળી કિક્સ અને બોક્સિંગની પ્રેક્ટિસ કરી રહી છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર