ગ્રાહકોની ભારે માંગ પર Jio ફોનની 699 રૂપિયાવાળી દિવાળી ઓફર 1 મહિના માટે વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી ઓફર પહેલા Jio ફોનની કિંમત 1500 રૂપિયા હતી, જે આ ઓફર હેઠળ 699 રૂપિયામાં મળશે. આ ઓફરથી ગ્રાહકોને ફોનની કિંમતમાં સીધો 800 રૂપિયાનો ફાયદો થશે. સાથે જ 700 રૂપિયાનો ડેટાનો પણ વધારાનો ફાયદો મળી રહ્યો છે.
જિયોની આ ઓફરને ગ્રાહકોએ હાથો-હાથ લીધી છે. છેલ્લા 3 અઠવાડિયામાં જિયો ફોનના વેચાણમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં લોકોએ જબરદસ્ત જિયો ફોન ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે, 699 રૂપિયાવાળી દિવાળી ઓફર બાદ 4જી ફોનની કિંમત કેટલાએ 2જી ફોનની કિંમતથી પણ ઓછી થઈ ગઈ છે. તેનો ફાયદો ઘણા 2જી ગ્રાહકોએ ઉઠાવ્યો છે, અને પોતાના ફોનને 4જી ફોનમાં બદલી દીધો છે.
તેનું કારણ ગ્રામિણ વિસ્તારોમાં Jio ફોનની માંગ વધી ગઈ છે. 2જી ફોનમાં માત્ર વાત કરી શકાય છે. જ્યારે જીયો ફોન એક 4જી ડિવાઈસ છે જેમાં જીયો ટીવી, વોટ્સઅપ, ફેસબૂક, જિયો સિનેમા, જિયો ન્યૂજ, જિયો મ્યૂઝિક જેવી શાનદાર એપ છે. ગ્રામિણ વિસ્તારમાં ઘણા લોકો હજુ પણ જુના 2જી ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, આ લોકોને 4જીની દુનિયા સાથે જોડવા માટે રિલાયન્સ જિયોએ આ ઓફર 1 મહિના માટે વધારી દીધી છે.
આ ડેટા દ્વારા જિયો ફોન ગ્રાહકોને 4જીની દુનિયામાં જવાનો મોકો મળશે. તે આનો ઉપયોગ એન્ટરટેનમેન્ટ, પેમેન્ટ, ઈકોમર્સ, શિક્ષા, ટ્રેન અને બસ બુકિંગમાં ઉપયોગ કરી શકે છે. જિયોના ગ્રાહક 35 કરોડને પાર પહોંચી ગયા છે, જેમાં જિયો ફોનના ગ્રાહક લગભગ 8 કરોડ છે. જિયો ફોનમાં 2.4 ઈંચની સ્ક્રિન, 1 ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર, 512 એમબી રેમ, ડ્યુઅલ કેમેરા અને 200mAhની બેટરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર