શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના તંગધારમાં પાકિસ્તાન (Pakistan) તરફથી કરવામાં આવેલા ફાયરિંગ (Firing)માં બે જવાન શહીદ થયા છે. આ ઘટનામાં એક સામાન્ય નાગરિકનું મોત થવાના પણ અહેવાલ છે. પાકિસ્તાન તરફથી સવારથી જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન (Ceasefire Violation) કરતાં ભારતીય સેના (Indian Army)ની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતાં ફાયરિંગ કરવાામાં આવી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો જવાબ આપી રહ્યા છે.
મળતી જાણકારી મુજબ, જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ શરૂ કરી દીધું. પાકિસ્તાન તરફથી રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવતાં હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ગોળી વાગી. ઘાયલ વ્યક્નિને તાત્કાલીક નજીકની હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગથી વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ રવિવારની સવારે ભારતીય સેનાની પોસ્ટોને પણ નિશાન બનાવી. આ હુમલામાં ભારતના બે જવાન શહીદ થઈ ગયા. ભારતીય સુરક્ષા દળ પાકિસ્તાની ફાયરિંગનો વળતો જવાબ આપી રહ્યા છે.
Indian Army: Indian forces cause heavy damages and casualty to Pakistan after two Indian soldiers and one civilian were killed in ceasefire violation by Pakistan Army in Tangdhar sector (Jammu and Kashmir) today. pic.twitter.com/idATyRLjjH
ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુરેજ સેક્ટરની બીજી તરફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પાકિસ્તાની સેનાની કેટલીક વધારાની સેનાનું મૂવમેન્ટ પણ થયું છે. તેનું કામ ભારતીય સેનાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ફસાવીને રાખવાનું છે, જેના કારણે ઘૂસણખોરીના પ્રયાસો ઝડપી કરી શકાય. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેના આતંકવાદીઓને નવી-નવી ટેકનીકની પણ તાલીમ આપે છે, જેનો ઉપયોગ ભારતીય સેનાથી બચવા માટે કરે છે. ઉત્તર કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં જે સ્થળે પાકિસ્તાની સેનાની હલચલ વધી ગઈ છે તેમાં મિનિમાર્ગ, કામરી, ડોમેલ અને ગુલ્ટારી સામેલ છે.