Home /News /samachar /જેલ છે કે મોબાઈલની દુકાન? રાજકોટ જેલમાંથી વધુ મોબાઈલ પકડાયો, સંતાડવાની રીત જાણીને ચક્કર આવી જશે

જેલ છે કે મોબાઈલની દુકાન? રાજકોટ જેલમાંથી વધુ મોબાઈલ પકડાયો, સંતાડવાની રીત જાણીને ચક્કર આવી જશે

અમદાવાદની ચેકિંગ ટીમ દ્વારા થોડા દિવસ પહેલા જેલના બાથરૂમ માંથી મોબાઈલ શોધી કાઢ્યા હતા.

અમદાવાદની ચેકિંગ ટીમ દ્વારા થોડા દિવસ પહેલા જેલના બાથરૂમ માંથી મોબાઈલ શોધી કાઢ્યા હતા.

    રાજકોટઃ રાજકોટની જેલ (Rajkot jail) જાણેકે મોબાઈલની દુકાન (Mobile shop) બની ચુકી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા છ મહિનામાં અનેક વખત મોબાઈલ મળવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની (Ahmedabad) ચેકિંગ ટીમ દ્વારા થોડા દિવસ પહેલા જેલના બાથરૂમ માંથી મોબાઈલ શોધી કાઢ્યા હતા.

    ત્યારે ફરીથી જયારે ચેકિંગ થયું ત્યારે પણ જેલમાંથી ખોલીની સામેની દિવાલ પર બાંધેલા તાર પર લટકતા સફેદ રંગના ગાભામાં પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવેલો મોબાઈલ મળી આવ્યો છે. મોબાઈલ મળી આવતા પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    ખાસ કરીને અવાર નવાર જેલ માંથી મોબાઈલ મળી આવે છે. જેમાં અત્યાર સુધી એક જ વખત આરોપીના નામ જોગ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ બાકી મોબાઈલ મળવાની ઘટનામાં કોઈ અજાણ્યા કેદી વિરુદ્ધ જ ગુનો દાખલ કરવામાં આવે છે અને આખરે આરોપી સુધી પહોચી શકાતું નથી.

    રાજકોટની જેલમાં ફક્ત મોબાઈલ જ નહિ પરંતુ પ્રતિબંધિત તમાકુ, ગુટખા સહિતની વસ્તુઓ પકડાઈ છે. બહારથી પ્લાસ્ટીકના દડામાં આવી વસ્તુઓ જેલની અંદર ઘા કરવામાં આવવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

    તો સાથેજ મોબાઈલ પણ બહારથી અંદર ઘુસાડવાના પ્રયત્નો પણ થયા છે. જેલની અંદર ડોક્ટરના ટેબલ પાસેથી, બાથરૂમ સંડાસમાંથી, ટેબલ નીચેથી મોબાઈલ મળી આવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરીથી જેલમાંથી કેચોડા કંપનીનો સો રૂપિયાનો મોબાઈલ મળી આવ્યો છે.

    સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પ્રદ્યુમ્નનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો