નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2020) રોયલ ચેલેન્જર્સ બેંગલોરના (Royal Challengers Bangalore)સ્પિનર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal)હાલમાં જ પોતાની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો છે. ચહલે આ વર્ષે ઓગસ્ટમાં પોતાની રોકા સેરેમનીની તસવીર શેર પોતાના રિલેશનશિપની જાણકારી પ્રશંસકો સાથે શેર કરી હતી. ચહલની ફિયાન્સી ધનશ્રી વર્મા (Dhanashree Verma)કોરિયાગ્રાફ હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યુબર છે. ચહલ સગાઈ પહેલા ધનશ્રી વર્મા સાથે ઘણા ઝુમ સેશન્સમાં એક્ટિવ જોવા મળ્યો છે. હાલ ધનશ્રી ચહલ સાથે યૂએઈમાં છે, જ્યાં આરસીબીને સપોર્ટ કરવા આવી હતી.
આરસીબીના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ પરથી ચહલ અને ધનશ્રી વર્માના ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ચહલે ધનશ્રી સાથે પોતાની લવસ્ટોરી વિશે બતાવ્યું હતું. ઇન્ટરવ્યૂ દરમિયાન ચહલે બતાવ્યું કે કેવી રીતે ડાન્સ ક્લાસ દરમિયાન તેની અને ધનશ્રીની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી.
ચહલે વીડિયોમાં જણાવ્યું કે હું બાળપણથી જ ડાન્સ શીખવા માંગતો હતો. ભાંગડા અને બધુ જ. એકબીજાને જાણ્યાના બે-અઢી મહિના પછી મેં પોતાના પરિવારને અમારા રિલેશનશિપ વિશે વાત કરી હતી. બે મહિનાના ડાન્સ ક્લાસ પછી મેં પોતાની ફેમિલીને કહ્યું કે હું ધનશ્રી સાથે લગ્ન કરવા માંગું છં. ધનશ્રીએ ચહલને ડાન્સમાં 10માંથી 7 નંબર આપ્યા હતા. કારણ કે યુઝી ઘણો ઇમાનદાર અને મહેનતી છે.