Home /News /samachar /કોણ જીતશે IPL 2020નું ટાઇટલ અને બિહારમાં કોને મળશે સત્તા? એક જ દિવસે થશે ફેંસલો!

કોણ જીતશે IPL 2020નું ટાઇટલ અને બિહારમાં કોને મળશે સત્તા? એક જ દિવસે થશે ફેંસલો!

બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી અને IPLની ફાઇનલ 10 નવેમ્બરે! એક જ દિવસે ડબલ રિઝલ્ટ

બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી અને IPLની ફાઇનલ 10 નવેમ્બરે! એક જ દિવસે ડબલ રિઝલ્ટ

    નવી દિલ્હીઃ કોરોના કાળ (Coronavirus)માં દેશની નજર હાલ બે બાબતો પર ટકેલી છે...પહેલી બાબત છે કે બિહાર (Bihar Assembly Election 2020)માં આ વખતે કોની સરકાર બનશે અને બીજી બાબત છે કે આ વર્ષે દુબઈમાં યોજાઈ રહેલી IPL 2020માં કોણ વિજેતા બનશે? અગત્યની બાબત એ છે કે આ બંનેના પરિણામ એક જ દિવસે એટલે કે 10 નવેમ્બરે જાહેર થશે. એટલે ભારતવાસીઓ માટે 10 નવેમ્બરનો દિવસ ખૂબ જ વિશેષ સાબિત થવાનો છે. આ બંનેના પરિણામો એક જ દિવસે આવવાના હોવાના કારણે દિવાળીના થોડા દિવસ પહેલા જ 10 નવેમ્બરે દિવાળી જેવો માહોલ જોવા મળી શકે છે.

    બિહારમાં નીતીશ કુમાર સત્તા ટકાવી શકશે?

    શું નીતીશ કુમાર બીજેપીના ગઠબંધનમાં ફરી સત્તા મેળવી લેશે કે પછી લાલુ (Lalu Prasad Yadav)ના ઉત્તરાધિકારી તેમના દીકરા તેજસ્વી યાદવ (Tejasvi Yadav)ની આગેવાનીમાં મહાગઠબંધન નીતીશ કુમાર (Nitish Kumar) પાસેથી સત્તા છીનવી લેશે. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને તે ત્રણ ચરણમાં યોજાશે અને તેની મતગણતરી 10 નવેમ્બરે યોજાશે.

    આ પણ વાંચો,  સારા સમાચાર! 2 મહિનાના નીચલા સ્તરે પહોચ્યો સોનાનો ભાવ, જાણો આગળ શું થશે

    બિહારમાં ક્યારે ચૂંટણી યોજાશે, ક્યારે છે મતગણતરી?

    શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા (CEC Sunil Arora)એ બિહાર વિધાનસભાની ચૂંટણી 3 ચરણમાં યોજાશે તેવી જાહેરાત કરી છે. પહેલા ચરણનું મતદાન 28 ઓક્ટોબરે, બીજા ચરણનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. બિહાર ચૂંટણીની મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. તેથી આ જ દિવસે ખબર પડશે કે બિહારની સત્તા કોના હાથમાં આવે છે.

    આ પણ વાંચો, રસ્તા પર અચાનક 12 ફુટ લાંબો અજગર આવ્યો તો કાર ચાલકના શ્વાસ થયા અદ્ધર


    IPL 2020ની ફાઇનલ પણ 10 નવેમ્બરે!

    કોરોના કાળમાં IPL 2020નું આયોજન BCCIએ યૂએઇમાં કર્યું છે. IPLનું શિડ્યૂલ 6 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ મુજબ IPL 2020ની 24 મેચ દુબઈમાં, 20 મેચ અબુ ધાબીમાં અને 12 મેચ શારજાહમાં રમાશે. નોંધનીય છે કે IPLની શરૂઆત 19 સપ્ટેમ્બરે થઈ ગઈ છે. BCCI મુજબ IPL 2020ની ફાઇનલ મેચ 10 નવેમ્બરે યોજાશે. આવું પહેલીવાર છે કે IPLની ફાઇનલ રવિવારને બદલે મંગળવારે યોજાશે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો