ભારતીયોને ફરવાનો શોખ હોય છે, તેઓ ફરવા માટે નવી નવી જગ્યાઓ શોધી લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ એવી પાંચ જગ્યા છે જ્યાં ભારતીયો જ પ્રવેસી શકતા નથી. આ જગ્યાએ વિદેશી પર્યટકોને એન્ટ્રી મળે છે પરંતુ ભારતીયો માટે અહીં પ્રવેશ વર્જિત છે. તો આજે આપણે જાણીએ ભારતમાં આવી કઇ જગ્યા છે કે જ્યાં ભારતીયોને જ પ્રવેશ નથી.
ફ્રી કસોલ કેફે, કસોલ - હિમાચલ પ્રદેશનાં કસોલમાં સ્થિત આ કેફે વર્ષ 2015માં ચર્ચામાં આવ્યું હતું. તે વખતે એવા અહેવાલો હતા કે, અહીંના માલિકે એક ભારતીય મહિલાને સર્વ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે અહીં ઈઝરાઈલીઓનું સ્વાગત કરાય છે. જેને લઈને ખૂબ વિવાદ થયો હતો. જોકે, કેફે માલિકનું કહેવું છે કે, અહીં આવનારા મોટા ભાગના ભારતીય પર્યટક પુરુષ હોય છે જે અન્ય પર્યટકો સાથે દુરવ્યવહાર કરે છે.
યૂનો ઈન હોટલ-બેંગ્લુરુ - બેંગ્લુરુમાં આવેલી આ હોટલ વર્ષ 2012માં ખાસ કરીને જાપાનનાં લોકો માટે બનાવવામાં આવી હતી. જોકે, ત્યારબાદ બહુ જલદી આ હોટલ વિવાદોમાં ફસાઈ ગઇ હતી. એવા અનેક મામલા સામે આવ્યાં જેમાં હોટલના સ્ટાફે કથિત રૂપથી ભારતીયોને રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં જવાથી રોક્યા. ખાસ કરીને આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે વર્ષ 2014 આવતા ગ્રેટર બેંગ્લોર સિટી કોર્પોરેશને જાતીય ભેદભાવના આરોપમાં આ હોટલને બંધ કરાવી દીધી. આ હોટલનાં માલિકોએ જણાવ્યું હતું કે, અમે જાપાનની ઘણી કંપનીઓ સાથે કરાર કર્યો છે જેથી અહીં માત્ર જાપાનનાં લોકો જ આવી શકે છે.
ફોરેનર્સ ઓન્લી, બીચ, ગોવા - ગોવામાં અનેક એવા ખાનગી બીચો છે જ્યાં ભારતીયો જઈ શકતા નથી. અહીંના બીચ માલિકોની તાર્કિક દલીલ એવી છે કે, બીકિની પહેરેલા વિદેશીઓને છેડછાડથી બચાવવા માટે આવી શરતો રાખવામાં આવી છે. જોકે, તેમના તર્ક ગમે તે હોય પરંતુ કહેવાનું તાત્પર્ય ભારતીયોને પ્રવેશ અહીં મળતો નથી. (પ્રતિકાત્મક તસવીર)
બ્રોડલેન્ડ લોજ, ચેન્નાઈ - ચેન્નાઈમાં આવેલી બ્રોડલેન્ડ લોજ તેની વિચિત્ર શરતોનાં કારણે પ્રખ્યાત છે. આ લોજ ખાસ કરીને નો ઈન્ડિયન પોલીસી પર ચાલે છે. લોજમાં એવા જ લોકો રહી શકે છે જેની પાસે વિદેશી પાસપોર્ટ હોય. પોતાની આવી ભેદભાવવાળી નીતિઓનાં કારણે લોજ ગત કેટલાક વર્ષો દરમિયાન ચર્ચામાં પણ રહી હતી.
પુડ્ડુચેરીના ફોરેનર્સ ઓન્લી, બીચ - ગોવાની જેમ જ પુડ્ડુચેરીના પણ કેટલાક બીચ પર ફક્ત વિદેશીઓને જ ફરવાની પરવાનગી છે. ભારતીયોને અહીં પ્રવેશ અપાતો નથી. ગોવાની જેમ અહીં પણ દલીલો એ જ પ્રકારે અપાય છે. (પ્રતિકાત્મક તસવીર)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર