નવી દિલ્હી : ભારતીય રેલવે જલ્દી યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને આ માટે મંજૂરી મળી ચૂકી છે. આ માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરુ થઈ ગયું છે. સૂત્રોના મતે રેલવે સબ અર્બન ટ્રેનોથી લઈન મેલ/એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારો 5 પૈસાથી પ્રતિ કિલોમીટરથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધી હોઈ શકે છે. આ કારણે રેલવેના દરેક ક્લાસના ભાડામાં 15થી 20 ટકા વધારો થશે.
આ વધેલા ભાડાની જાહેરાત ડિસેમ્બરના અંત સુધીમાં થાય તેવી સંભાવના છે. જ્યારે વધારેલ ભાડુ 1 ફેબ્રુઆરી 2020થી લાગુ થઈ શકે છે. રેલવેએ 2014માં નવી સરકાર બન્યા પછી ભાડામાં લગભગ 15 ટકાનો વધારો કર્યો હતો. વર્તમાન સમયમાં રેલવેમાં ખર્ચથી એવરેજ 43 ટકા ઓછું ભાડુ વસુલવામાં આવે છે.
જો અલગ-અલગ ક્લાસની વાત કરવામાં આવે તો રેલવેને સબ અર્બન ટ્રેનોના ભાડા પર લગભગ 64 ટકા નુકસાન ઉઠાવવું પડે છે. જ્યારે નોન સબ અર્બન ટ્રેનના સવારી ડબ્બા પર 40 ટકા નુકસાન થાય છે. જ્યારે એસી-1 પર લગભગ 24 ટકા નુકસાન, એસી-2 પર લગભગ 27 ટકા નુકસાન, સ્લિપર ક્લાસથી લગભગ 34 ટકાનું નુકસાન અને ચેયર કારથી લગભગ 16 ટકા નુકસાન થાય છે.
#Breaking-रेलवे जल्द ही अपना किराया बढ़ा सकती है. 15 से 20 फीसदी बढ़ सकता है रेलवे किराया. दिसंबर के आखिरी तक हो सकता है किराया बढ़ाने का ऐलान pic.twitter.com/Hntsg4AVtr
એસી ક્લાસ-3માં થાય છે ફાયદો
રેલવેને ફક્ત એસી 3 ક્લાસની સવારીમાં ફાયદો થાય છે. જે લગભગ 7 ટકા છે. આ સપ્તાહે સીએજી રિપોર્ટમાં રેલવેના આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રેલવેની નેટ રેવન્યૂ 66 ટકા સુધી ઓછી થઈ ગઈ છે. આ વર્ષ 2016-17માં 4913 કરોડ રુપિયા. જ્યારે 2017-18માં ઘટીને 1665.61 કરોડ થયો હતો. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે રેલવેની પોતાની કમાણી પણ 3 ટકા ઓછી થઈ ગઈ છે. જેના કારણે ગ્રોથ વજટરી સપોર્ટ પર તેની નિર્ભરતા વધી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર