નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવે (Indian Railways)એ મોટું પગલું લીધું છે. વેસ્ટર્ન રેલવે (Western Railway)એ જાહેરાત કરી છે કે હવે ટ્રેનમાં રેલવે તરફથી બ્લેન્કેટ નહીં મળે. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ મુજબ, એસી કોચમાં મુસાફરી કરનારા મુસાફરોને હવે રેલવે બ્લેન્કેટ (Blankets) નહીં આપે. તેમનું કહેવું છે કે બ્લેન્કેટની રોજેરોજ સફાઈ નથી થઈ શકતી, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ પ્રવાસ દરમિયાન પોતાના માટે બ્લેન્કેટ ઘરેથી લઈને આવો.
'મુસાફરો બ્લેન્કેટ ઘરેથી લઈને આવે'
કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા રેલવેએ આ નિર્ણય લીધો છે. રેલવે તરફથી મુસાફરોને બ્લેન્કેટ નહીં આપવામાં આવે. મુસાફરો પોતાના માટે બ્લેન્કેટ ઘરેથી લઈને આવે. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, એસી કોચમાં આપવામાં આવતા બ્લેન્કેટની રોજેરોજ સફાઈ નથી થતી. તેથી મુસાફરો પોતાના બ્લેન્કેટ લઈને પ્રવાસ કરે.
Western Railway PRO (Public Relations Officer): As per the extant instructions, curtains and blankets provided in AC coaches are not washed every trip. In order to prevent spread of #COVID19 blankets and curtains should be immediately withdrawn from service till further orders. pic.twitter.com/EhTHrP5gkL
આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે એસીના દરેક કોચમાંથી થોડાક દિવસ માટે પડદા હટાવી દેવામાં આવશે. કોરોના વાયરસથી બચવાને લઈ પૂર્વ-મધ્ય રેલવેએ અનેક આકરા પગલાં ભર્યા છે. મુસાફરોની સુરક્ષા માટે રેલવે ટ્રેનોમાં સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
>> તમામ ડિવિઝનના કોચની અંદર પૂરી સફાઈ કરાવવા માટે આદેશ અપાયા છે. >> તાત્કાલીક અસરથી તમામ ટ્રેનોના એસી કોચોથો પડદા હટાવી દેવામાં આવશે. >> તમામ બોગીઓની સફાઈ લાઈસોલ જેવા ઉપયુક્ત જંતુનાશકથી કરાવવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. >> મેન્ટેનન્સ દરિયાન તમામ ઈએમયૂ અને ડેમૂ કોચોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. >> મુખ્ય સ્ટેશનોના સફાઈ કર્મચારીઓને વિશેષ રીતે સફાઈનો નિર્દેશ આપવામાં આવ્યો છે. >> મુસાફરો દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજોને કીટાણુ રહિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. >> સ્ટેશનો પર લાગેલી બેન્ચ અને ખુરશીઓ, વૉશ બેસિન, બાથરૂમ ડૉર, નૉબ્સ વગેરે જંતુનાશક રાખવા માટે કહેવામાં આવ્યું છે. >> તમામ કોચોમાં લિક્વિડ શૉપનો સ્ટૉક પૂરતો રાખવા માટે કહેવામાં આવ્યું છે.