Home /News /samachar /

તમે કેન્સલ ન કરેલી ટિકિટોમાંથી રેલવેએ હજારો કરોડની કમાણી કરી, કિંમત જાણી ચોંકી જશો

તમે કેન્સલ ન કરેલી ટિકિટોમાંથી રેલવેએ હજારો કરોડની કમાણી કરી, કિંમત જાણી ચોંકી જશો

ભારતીય રેલવેએ વેઇટિંગ અને રદ ન કરાવેલી ટિકિટોમાંથી 3 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની કમાણ કરી હોવાનો RTIમાં ખુલાસો

ભારતીય રેલવેએ વેઇટિંગ અને રદ ન કરાવેલી ટિકિટોમાંથી 3 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની કમાણ કરી હોવાનો RTIમાં ખુલાસો

    કોટા : ભારતીય રેલવેએ ટિકિટો રદ (Ticket Cancellation) થવા અને વેઇટિંહ લિસ્ટની ટિકિટ રદ ન થવાને કારણે વર્ષ 2017 થી 2020 દરમિયાન અધધ 9,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે.કોટાના સુજિત સ્વામીએ માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ થોડા પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબમાં સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (CRIS) એ કહ્યું હતું કે 1 જાન્યુઆરી, 2017 થી 31 જાન્યુઆરી, 2020 સુધીના ત્રણ વર્ષના ગાળામાં સાડા નવ મિલિયન મુસાફરોએ વેઇટિંગ લિસ્ટની ટિકિટ રદ કરી ન હતી. રેલવેને 4,335 કરોડ રૂપિયાની આવક થઈ છે


    આ જ સમયગાળા દરમિયાન, રેલવેએ ટિકિટોને રદ કરવાની ફીથી રૂ. 4,684 કરોડથી વધુની આવક કરી છે. આ બંને કિસ્સાઓમાં, સૌથી વધુ આવક સ્લીપર ક્લાસની ટિકિટથી થઈ હતી. તે પછી વાતાનુકૂલિત વર્ગ (3rd AC)ની ટિકિટોથી કમાણી કરી હતી.


    ક્રીસે તેના જવાબમાં એમ પણ કહ્યું હતું કે ઇન્ટરનેટ અને કાઉન્ટરો પર જઈને ટિકિટ ખરીદનારા લોકોની સંખ્યામાં મોટો તફાવત છે. ત્રણ વર્ષના ગાળામાં, 145 કરોડથી વધુ લોકોએ ઓનલાઇન ટિકિટ લીધી હતી જ્યારે 74 કરોડ લોકો રેલવે કાઉન્ટરો પર ગયા હતા અને ટિકિટ લીધી હતી.


    સામાજિક કાર્યકર્તા સ્વામીએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી કે આક્ષેપ કર્યો હતો કે ભારતીય રેલવે અનામત નીતિ ભેદભાવપૂર્ણ છે. તેમણે કહ્યું કે, ઓનલાઇન અને કાઉન્ટર રિઝર્વેશન અંગે નીતિઓના તફાવતને કારણે મુસાફરો પર બિનજરૂરી આર્થિક અને માનસિક ભારણ પડ્યું છે. આ નાબૂદ કરી મુસાફરોને રાહત આપવા અને અયોગ્ય રીતે આવકનું ઉત્પાદન બંધ કરવા કોર્ટ હુકમ આપે તેવી અરજી કરવામાં આવી હતી.
    First published:

    આગામી સમાચાર