નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલિયા સામે ફક્ત એક જ ટેસ્ટ મેચ રમશે. આ પછી તે ભારત પરત ફરશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોહલી અને અનુષ્કાના જીવનમાં નવા મહેમાનનું આગમન થવાનું છે. બીસીસીઆઈએ (BCCI)વિરાટ કોહલીની રજા માટે મંજૂરી આપી દીધી છે. સોમવારે આ વાતની પૃષ્ટિ કરી હતી. કોહલીએ પહેલા જ બોર્ડને પોતાની યોજના વિશે જાણકારી આપી દીધી હતી કે તે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમ્યા પછી ભારત પરત ફરશે.
એક સૂત્રએ કહ્યું કે નોર્મલ સમયમાં તે એક ટેસ્ટ ન રમીને પોતાના પ્રથમ બેબીના જન્મ માટે પાછો જઈ શકત અને બ્રિસબેન ટેસ્ટ રમી શકત. જોકે હાલ 14 દિવસનો ક્વૉરન્ટાઇ છે. તેથી જવું અને પાછા ફરવું મુશ્કેલ રહેશે.
ભારત માટે રાહતની વાત એ છે કે રોહિત શર્માનો (Rohit Sharma) ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. જોકે તેને વન-ડે અને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. આઈપીએલ દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. તે સમયે તેનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કર્યો ન હતો. જોકે આ પછી રોહિતે આઈપીએલના અંતિમ લીગ મુકાબલામાં મેદાનમાં વાપસી કરી હતી અને પોતાને ફિટ ગણાવ્યો હતો.
રોહિતની પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે આરામ આપીને પસંદગી ન કરતા ઘણી બબાલ થઈ હતી. ઘણા દિગ્ગજોએ પણ સવાલ ઉઠાવ્યા હતા.
ચાર ટેસ્ટ મેચમાં પ્રથમ એડિલેડમાં (17-21 ડિસેમ્બર, ડે નાઇટ), બીજી મેલબોર્નમાં (26-30 ડિસેમ્બર), ત્રીજી સિડનીમાં (7-11 જાન્યુઆરી, 2021) અને ચોથી બ્રિસ્બેન (15-19 જાન્યુઆરી)માં રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર