Home /News /samachar /2+2 મીટિંગમાં થઇ BECA ડીલ, મિસાઇલ હુમલા માટે અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી શકશે ભારત

2+2 મીટિંગમાં થઇ BECA ડીલ, મિસાઇલ હુમલા માટે અમેરિકાના ડેટાનો ઉપયોગ કરી શકશે ભારત

BECA ડીલથી ભારતની સૈન્ય તાકાત મજબૂત થશે, અમેરિકાની આ ટેક્નોલોજીની કરી શકશે ઉપયોગ

BECA ડીલથી ભારતની સૈન્ય તાકાત મજબૂત થશે, અમેરિકાની આ ટેક્નોલોજીની કરી શકશે ઉપયોગ

    India-US 2+2 Dialogue LIVE Updates: ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે સૈન્ય સહયોગને લઈ મોટો કરાર થયો છે. હૈદરાબાદ હાઉસમાં ચાલી રહેલી ટૂ પ્લસ ટૂ મીટિંગ (2+2 Dialogue)માં ભારત અને અમેરિકાની વચ્ચે બેસિક એક્સચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ એટલે કે BECA પર કરાર પૂરા થઈ ગયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, રક્ષા મંત્રી માર્ક એસ્પર અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકરે આ એગ્રીમેન્ટ પર સહી કરી. આ ડીલથી ભારત મિસાઇલ હુમલા માટે વિશેષ અમેરિકન ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમાં કોઈ પણ વિસ્તારના ચોક્કસ ભૌગોલિક લોકેશન હોય છે. આ સમજૂતીથી ભારતની સૈન્ય તાકાત મજબૂત થશે.

    ડીલ બાદ અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ પોમ્પિયોએ કહ્યું કે આજે બે મહાન લોકતંત્રોનું વધુ નજીક આવવાનો શાનદાર પ્રસંગ છે. આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી દેશની સુરક્ષા અને સ્વતંત્રતા સામેના ખતરાનો સામનો કરવા માટે આજે અમે ચર્ચા કરવા માટે ઘણું બધું કરી રહ્યા છીએ. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, છેલ્લા બે દશકમાં આપણા દ્વિપક્ષીય સંબંધો સતત મજબૂત થયા છવે. એવા સમયમાં જ્યારે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કાયમ રાખવી વિશેષ રીતે અગત્યની છે. એક સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારોની વાત કરીએ તો આપણે એક વાસ્તવિક અંતર બની શકે છે.

    આ પણ વાંચો, PMGKY: સરકાર ત્રીજું પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં, માર્ચ સુધી મળી શકે છે ફ્રીમાં અનાજ અને કેશ!

    આ વખતનો એજન્ડા શું છે?

    પ્રશાંત ક્ષેત્રમાં ચીની દખલબાજી અને લદાખમાં તેનું આક્રમક વલણનો મુદ્દો મંત્રણામાં સામેલ છે. તેને જોતાં બેકા સમજૂતી થઈ શકે છે.

    આ પણ વાંચો, NASAને ચંદ્ર પર મળ્યું પાણી, માનવ વસાહત સ્થાપવાની દિશામાં અગત્યનું પગલું

    BECA શું છે?

    બેસિક એક્સચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ (BECA)થી ભારત મિસાઇલ હુમલા માટે વિશેષ અમેરિકન ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમાં કોઈ પણ ક્ષેત્રના ચોક્કસ ભૌગોલિક લોકેશન હોય છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો