Home /News /samachar /

ચીને LAC પર તૈનાત કર્યા 10000 સૈનિકો, હવે ભારતે આપ્યો જવાબ

ચીને LAC પર તૈનાત કર્યા 10000 સૈનિકો, હવે ભારતે આપ્યો જવાબ

ચીન પોતાના 10000 સૈનિકો, તોપ અને ટેન્ક લદાખ સીમા પાસે તૈનાત કર્યા છે.

ચીન પોતાના 10000 સૈનિકો, તોપ અને ટેન્ક લદાખ સીમા પાસે તૈનાત કર્યા છે.

  ભારત અને ચીન (India, China) વચ્ચે હાલ લદાખ (Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સીમા વિવાદને લઇને તણાવપૂર્ણ સ્થિતિ છે. 6 જૂને ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે વાતચીત થઇ હતી. હવે ભારતે ચીનને સાફ શબ્દોમાં કહ્યું છે કે LAC પર ચાલી રહેલો તણાવ ખાલી ત્યારે જ પૂરો થઇ શકે છે જ્યારે ચીન પોતાના 10000 સૈનિકો, તોપ અને ટેન્ક ત્યાંથી હટાવે. આ હથિયાર અને સૈનિક ચીને ભારતીય ક્ષેત્રની પાસે તેનાત કર્યા છે.

  સમાચાર એજન્સી એએનઆઇના સરકારી સુત્રોએ જણાવ્યું કે પૂર્વ લદાખમાં ચીન અને ભારતની સેનાએ પાછા હટવાનું શરૂ કર્યું છે. પણ અમે ઇચ્છીએ ઇચ્છીએ છીએ કે એલએસી પર પોતાના ક્ષેત્રમાં તેનાત ડિવિઝન સાઇઝ (10000થી વધુ) સૈનિકો અને ભારે હથિયાર ચીન ત્યાંથી હટાવે. જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી તણાવપૂર્ણ સ્થિતિ રહેશે.

  ઉલ્લેખનીય છે કે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અને જરૂર પડે તો ચીનની સેનાને વળતો જવાબ આપવા માટે ભારતે લદાખ ક્ષેત્રમાં 10 હજાર સૈનિકો તેનાત કર્યા છે. ચીને એલએસી પર પોતાના ક્ષેત્રમાં હોટન અને ગર ગુનસા એરબેસ પર લડાકૂ વિમાન પણ તેનાત કર્યા છે.

  ભારત અને ચીનની વચ્ચે 6 જૂનથી સૈન્ય સ્તર પર વાતચીત ચાલી રહી છે. જે પછી બંને દેશાને રાજકીય અને સેનાના નેતા વાતચીત કરી હતી. બુધવારે અને ગુરુવારે પણ બંને દેશોની વચ્ચે મેજર જનરલ સ્તર પર વાતચીત થઇ શકે છે. ભારત આવતા 10 દિવસોમાં સંભવિત અનેક સ્તરમાં કરી ચીન સામે આ મુદ્દા ઉઠાવી શકે છે.
  First published:

  આગામી સમાચાર