બેઈઝિંગ : એક તરફ ચીન વારંવાર સીમા વિવાદને શાંતીથી ઉકેલવાની વાતો કરી રહ્યું છે, તો તેનું સ્ટેટ મીડિયા વારંવાર ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. આ વખતે ચીને ભારતને ચેતવણી આપી છે કે, જો તે યુદ્ધનો વિકલ્પ પસંદ કરે છે તો, તેના માટે તે આત્મઘાતી સાબિત થઈ શકે છે. ચીની એક્સપર્ટનો દાવો છે કે, ભારતે આ વખતે એક સાથે ત્રણ મોર્ચા ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથે એક-સાથે યુદ્ધ કરવું પડી શકે છે.
ચીની સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં શંધાઈ એકેડમી ઓફ સોશિયલ સાયન્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશનમાં રિસર્ચ ફેલો હૂ ઝિયોંગનો દાવો છે કે, ભારત માટે ચીન સાથે યુદ્ધ કરવું આર્થિક મોર્ચા પર તો ગણુ નુકશાનકારક છે, પરંતુ આ યુદ્ધ તેણે એક સાથે લડવું પડશે. આ લેખ અનુસાર, ભારત છેલ્લા કેટલાક વર્ષથી પાડોશી દેશોની નારાજગી સહન કરી રહ્યો છે. પાકિસ્તાન સાથે તેના ખરાબ સંબંધ છે અને હવે નેપાળ સાથે પણ સીમા વિવાદમાં પડી તણાવ વધારી દીધો છે. આ પહેલા એક નાગરીકતા કાયદા પર બાંગ્લાદેશ પણ નારાજગી વ્યક્ત કરી ચુક્યું છે. આ સિવાય લોકડાઉન અને કરોના સંક્રમણના કારણે ભારતની અર્થવ્યવસ્થાની પણ ખરાબ પરિસ્થિતિ છે.
પાડોશી દેશ ભારતની આક્રમકતાથી ખુશ નથી
આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના પાડોશી દેશ તેની આક્રમક નીતિઓથી ખુશ નથી અને ચીન સાથે થયેલો વિવાદ પમ તેનું જ પરિણામ છે. હૂ ઝિયાંગ અનુસાર, ભારત હાલમાં ત્રણ સીમાઓ પર વિવાદમાં ઘેરાયેલું છે. જેમાં પાકિસ્તાન, નેપાળ અને ચીન સામેલ છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક વર્ષથી ચીન સમક્ષ સારી પાર્ટનરશિપ સાબિત કરી છે, આ સિવાય નેપાળ સાથે પણ ચીનના સળંગ સારા સંબંધ બની રહ્યા છે. જો ભારત યુદ્ધ વિશે વિચારતું હોય તો, તણે ત્રણ મોર્ચા પર લડવું પડશે, જે ભારત જ નહીં પણ કોઈ પમ દેશની સેનાના બસની આ વાત નથી.
બાયકોટ ચાઈનાથી ભારતને નુકશાન
ગ્લોબલ ટાઈમ્સે એક અન્ય લેખમાં ભારતને ચેતાવણી આપતા લખ્યું છે કે, બંને દેશો વચ્ચે ભારે તણાવ દરમિયાન એન્ટી ચાઈના મૂવમેન્ટ ભારતીય અર્થવ્યવસ્થા માટે આત્મઘાતી પગલું હશે. ભારતમાં કેટલાક લોકો પોતાના હિત માટે ચીન પ્રત્યે શત્રુતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેણે ધમકી ભર્યા શબ્દોમાં લખ્યું કે, ભારતે એ સમજવું જોઈએ કે, ચીનનું સંયમ નબળુ નથી. ચીની મીડિયાએ લખ્યું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે વૈશ્વિક અ્થવ્યવસ્થાને મોટી અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષ અર્થવ્યવસ્થાઓ પર વધતા દબાણ વચ્ચે જો ચીન અને ભારત સીમાના તણાવને ઓછો કરવામાં નહીં આવે તો, બંને તરફથી આર્થિક વિકાસને નિશ્ચિત ભારે નુકશાન થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર