Home /News /samachar /મુખ્યમંત્રી અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે : અમિત ચાવડા

મુખ્યમંત્રી અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે : અમિત ચાવડા

એક તરફ ભાજપ પક્ષ નારજ થયેલા ધારાસભ્યને મનાવવાના પ્રયત્નોમાં લાગી ગયો છે ત્યારે કોંગ્રેસ આ વાતને મુદ્દો બનાવીને ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યું છે.

એક તરફ ભાજપ પક્ષ નારજ થયેલા ધારાસભ્યને મનાવવાના પ્રયત્નોમાં લાગી ગયો છે ત્યારે કોંગ્રેસ આ વાતને મુદ્દો બનાવીને ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યું છે.

    અમદાવાદઃ ભાજપના (BJP MLA) ધારાસભ્ય કેતન ઈમાનદારે (Ketan Imandar) રાજીનામું (Resignation) આપ્યા પછી દરેક પક્ષો રાજકીય રોટલા સેકવા માટે મેદાને ઉતરી પડ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ભાજપ ઉપર આકરાં પ્રહારો કરી રહ્યું છે. એક તરફ ભાજપ પક્ષ નારજ થયેલા ધારાસભ્યને મનાવવાના પ્રયત્નોમાં લાગી ગયો છે ત્યારે કોંગ્રેસ આ વાતને મુદ્દો બનાવીને ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યું છે.

    સમગ્ર જનતાની સાથે ભાજપના સભ્યો પણ ત્રસ્ત હોવાનો આરોપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો છે. બાપુનગર સ્થિત કાર્યક્રમમાં હાજર રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું મુખ્યમંત્રી અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે.

    આ પણ વાંચોઃ-MGએ લાન્ચ કરી ઈલેક્ટ્રિક એસયુવી ZS EV, મળી રહ્યું છે એક લાખનું ડિસ્કાઉન્ટ

    અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના સભ્યો બળવો કરવાના મુડમાં છે. ભાજપના મંત્રીઓ અને અધિકારીઓ મનમાનીથી સરકાર ચલાવે છે. કેટલાક મુઠ્ઠીભર લોકો સરકાર ચલાવે છે. મુખ્યમંત્રી બદલવાની લડાઈ ચાલી રહી છે એના મૂળ ઇનામદારનું રાજીનામું. સરમુખત્યારશાહીથી સરકાર ચાલી જાય પણ પ્રેમના મેળવી શકાય એનો નમૂનો રૂપાણી સરકાર છે.

    આ પણ વાંચોઃ-આ શિક્ષિકાના વીડિયો ઉપર શાહરુખ ખાન મોહી ગયો, ટ્વિટર ઉપર કરી મોટી જાહેરાત

    ભાજપના ધારાસભ્યો વિજયભાઈ અને નીતિનભાઈ ને ઘરે મોકલવાના મૂળ માં છે.. મંત્રી બનવા માટે ભાજપમાં હરીફાઈ અને બળવો ચાલે છે. મુખ્યમંત્રી અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે.
    વિજયભાઈને 2022 સુધીનો મેન્ડેટ મળ્યો છે. અમે આશા રાખીએ પૂર્ણ કરે. ભાજપના સભ્યો જ નથી ઇચ્છતા કે વિજયભાઈ 2022 સુધી રહે. હજી અનેક ધારાસભ્યો પણ રાજીનામું આપી અપરાધ ભાવથી મુક્ત થશે.

    આ પણ વાંચોઃ-OMG! બે પત્નીઓએ પતિના અજીબોગરીબ ભાગલા પાડ્યા, કોન્ટ્રાક્ટ તૂટ્યો તો....

    બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ કેતન ઈમાનદારના રાજીનામા અંગે મીડિયા સાથે વાત કરી હતી. ભાજપ ધારાસભ્ય કેતન ઇમાનદારના રાજીનામા પર કોંગ્રસ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતુ. કે ઇનામદાર એ ઈમાનદારી પૂર્વક રજુઆત કરી એ આવકાર્ય છે. અધ્યક્ષ રાજીનામુ સ્વીકારે એવી અપેક્ષા રાખીએ છીએ.

    કારણે કાળી રાત્રે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા અને સસ્પેન્ડ કરવામાં આવે છે. ભાજપના અનેક ધારાસભ્યો ના મોઢે તાળા વાગ્યા છે. ભાજપના મિત્રો અપરાધભાવ થી મુક્ત થાય એ જરૂરી છે. જેમની સાથે પણ અન્યાય થઈ રહ્યો છે એમને કોંગ્રેસમાં આવકાર કરે છે.. ભાજપના સભ્ય સાચું બોલવા જાય તો એમને વિમુખ કરવામાં આવે છે. ભાજપના ભય અને ભ્રષ્ટાચાર સામે હવે અવાજ ઉઠવાનું શરૂ થયું છે. સાચું બોલનારને કોંગ્રેસ સમર્થન આપશે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો