નવી દિલ્હી : ચીન સાથે જારી તણાવ વચ્ચે ભારતીય સેના (Indian Army) પુરી રીતે તૈયાર છે. વાયુસેના (Indian Air Force)એ પણ લેહ-લદાખમાં (Leh ladakh)હલચલ વધારી દીધી છે. વાયુસેનાની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયા (RKS Bhadauria)એ બે દિવસોમાં લેહ અને શ્રીનગરનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન વાયુસેના પ્રમુખે તૈયારીઓના સંબંધમાં જાણકારી મેળવી હતી.
ભારતીય વાયુસેનાએ ચીન સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે લકાડુ વિમાન અને અન્ય સાધન સામગ્રી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ફોરવર્ડ બેઝ અને એરફીલ્ડમાં તૈનાત કરવાની શરૂ કરી દીધી છે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ભારતીય વાયુસેના પ્રમુખ છેલ્લા બે દિવસમાં શ્રીનગર અને લેહનો પ્રવાસ કરી ત્યાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
આરકેએસ ભદોરિયા પહેલા 17 જૂને લેહ પહોંચ્યા હતા અને ત્યાંથી 18 જૂને શ્રીનગર એરબેઝ પહોંચ્યા હતા. આ બંને એરબેઝ પૂર્વ લદાખ પાસે છે. અહીંથી લડાકુ વિમાનોનો ત્વરિત ઉપયોગ કરવામાં આવી શકે છે. ભારતીય વાયુસેના તરફથી એલએસી પાસે સુખોઈ એમકેઆઈ, મિરાજ 2000 અને જગુઆર જેવા લડાકુ વિમાન તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેથી ચીનની એક્શનનો તરત જવાબ આપી શકાય. જમીન પર થલસેના સાથે કાર્યવાહી કરવા માટે અપાચે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે.
" isDesktop="true" id="991367" >
પરિસ્થિતિ પ્રમાણે લદાખમાં સૈનિકો લઇ જવા માટે ચિનૂક હેલિકોપ્ટર પણ તૈયાર છે. સૈનિકોની અવરજવર અને સામાન પહોંચાડવા માટે એમઆઈ-17 વી5 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર