પ્રોપર્ટી હડપવા માટે પતિ બન્યો હેવાનઃ પત્ની અને બે બાળકોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ
પ્રોપર્ટી હડપવા માટે પતિ બન્યો હેવાનઃ પત્ની અને બે બાળકોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ
latest haryana crime news: લગ્ન બાદ તેનો પતિ અને સાસરિયાના લોકો તેને દહેજ (harassing for dowry) માટે હેરાન કરવા લાગ્યા હતા. નશાની હાલતમાં પતિ તેને અને તેના બાળકોને માર મારતો (husband beats wife) હતો. તેના પીયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવીને પતિને આપ્યા હતા. જેમાંથી એક મકાન ખરીદ્યું હતું અને રજીસ્ટ્રી તેના નામે કરાવી હતી. આ વાતથી સાસરીના લોકો તેને હેરાન કરવા લાગ્યા હતા.

પાનીપતઃ હરિયાણાના (haryana news) પાણીપત (Panipat crime news) જિલ્લામાં સનસનીખેજ ઘટના સામે આવી છે. જિલ્લાના રાજનગર વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોને જીવતા સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણે તેની પત્ની મકાન તેના નામે કરતી ન્હોતી. પીડિત મહિલાએ બૂમો પાડતા પડોશીઓ ઘટના સ્થળે પહોંચીને મહિલા અને બાળકોને બચાવી લીધા હતા. ત્યારબાદ પીડિતાની ફરિયાદ (woman police complaint) બાદ પોલીસે મહિલાના (panipat police) પતિ સહિત ચાર લોકો સામે કેસ નોંધ્યો હતો.
મહિલાએ પોલીસેને ફરિયાદમાં જણાવ્યું હતું કે 15 વર્ષ પહેલા તેના લગ્ન રાજનગરમાં રહેનારા પ્રદીપ ઉર્ફે લંબૂ સાથે થયા હતા. લગ્ન બાદ તેને બે પુત્રો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ તેનો પતિ અને સાસરિયાના લોકો તેને દહેજ માટે હેરાન કરવા લાગ્યા હતા.
નશાની હાલતમાં પતિ તેને અને તેના બાળકોને માર મારતો હતો. તેના પીયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવીને પતિને આપ્યા હતા. જેમાંથી એક મકાન ખરીદ્યું હતું અને રજીસ્ટ્રી તેના નામે કરાવી હતી. આ વાતથી સાસરીના લોકો તેને હેરાન કરવા લાગ્યા હતા.
પીડિતાનો આરોપ છે કે તેના પતિ અને સાસુ અને જેઠાણીના કહેવા પર તેની સાથે મારપીટ કરતો હતો. મકાન તેના નામે કરવા માટે દબાણ કરતો હતો. 21 ઓગસ્ટ સવારે 7.30 વાગ્યે તેને પતિ પાસે રક્ષાબંધન ઉપર પિયર જવા અંગે પૂછ્યું તો પતિએ તેને માર માર્યો હતો.
માતાને બચાવવા માટે આવેલા બે પુત્રોને રૂમમાં બંધ કરી દીધા હતા. અને ઘરના લોકો સાથે મળીને આગ લગાવી દીધી હતી. પીડિતાએ જણાવ્યું કે તેનો પતિ હાથમાં ચપ્પુ લઈને ધમકી આપી રહ્યો હતો કે ત્રણેયને કાપી નાંખશે.
પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેણે બૂમો પાડી તો પડોશીઓએ તેને બચાવી હતી. જોકે, ઘરનો સામાન સળગી ગયો હતો. ત્યારબાદ જેમતેમ કરીને પીયર પહોંચી હતી. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પતિ પ્રદીપ, સાસુ સરિતા અને જેઠાણી મમતા અને ભત્રીજા વિશાલ સામે કેસ નોંધાવ્યો હતો. અત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર