Home /News /samachar /

હેવાન પતિ! ખેતરમાં પત્નીને નિર્દયતાથી મારતો હતો પતિ, લોકો બનાવતા હતા વીડિયો

હેવાન પતિ! ખેતરમાં પત્નીને નિર્દયતાથી મારતો હતો પતિ, લોકો બનાવતા હતા વીડિયો

વીડિયો વાયરલ થયા પછી પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે.

વીડિયો વાયરલ થયા પછી પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે.

    ઉત્તર પ્રદેશઃ ઉધમસિંહનગરમાં એક પતિએ હેવાનિયતની બધી હદો પાર કરી દીધી હતી. પતિએ ખેતરમાં કામ કરવા ગયેલી પત્નીને નિર્દયતાથી માર માર્યો હતો. પતિએ તેના ઉપર ખૂરપીથી વારંવાર હુમલો કર્યો હતો. હેવાન પતિએ તેને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. આનાથી પેટ ન ભરાતા પતિએ તેને ચપ્પલથી મારવા લાગ્યો હતો. ઘટનાનો વીડિયો (viral video) જોઈને તમને પણ ગુસ્સો આવશે. (વાયરલ વીડિયોની તસવીર)


    વીડિયો વાયરલ થયા પછી પીડિત મહિલા પોલીસ સ્ટેશન (Police station) પહોંચ્યા બાદ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના સ્વારના ગદ્દીનગલા વિસ્તારમાં ઉધમસિંહનગરની રહેનારી એક યુવતી પોતાના પતિ સાથે રહેતી હતી. પતિ તેની સાથે દરરોજ મારપીટ કરતો હતો. પરંતુ યુવતી સહન કરતી રહેતી હતી. ત્રણ દિવસ પહેલા પતિએ તેને ખેતરમાં ઢોર માર માર્યો હતો. (વાયરલ વીડિયોની તસવીર)


    ઘટનાના વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ વીડિયો યુવતીના પિતાએ જોયો હતો ત્યારે પિતાની પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. તેઓ કેલાખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતી યુવતી તેમની પુત્રી રાજકુમારી છે. 12 વર્ષ પહેલા રાજકુમારીના લગ્ન ગદ્દીનગલામાં રહેનારા એક વ્યક્તિ સાથે થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)


    લગ્ન બાદ પતિ રાજકુમારીને માર મારવાનું શરૂ કર્યું હતું. પરંતુ પચાયત અને લોકોના કહેવા ઉપર પિતાએ પુત્રીને જમાઈ સાથે રહેવા માટે મોકલી હતી. તાજતરમાં જ તેમની પાસે એક વીડિયો આવ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)


    જેમાં જમાઈ તેના પુત્રને ઢોર માર મારતો દેખાઈ રહ્યો હતો. પુત્રીને લેવા માટે સાસરી પહોંચેલા સસરાને પણ દંડા વડે માર મારીને ભગાડી દીધો હતો. પોલીસે પિતાની ફરિયાદના આધારે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)
    First published:

    આગામી સમાચાર