Home /News /samachar /પાણીમાં તરતો જોવા મળ્યા 18.9 ફિટનો વિશાળ અજગર, પકડવા માટે લોકોને લાગી ભારે જહેમત

પાણીમાં તરતો જોવા મળ્યા 18.9 ફિટનો વિશાળ અજગર, પકડવા માટે લોકોને લાગી ભારે જહેમત

કેવિને કહ્યું કે આ વિશાળકાળ અજગરને તેેણે પાણીમાં જોયો હતો. અને તે પછી તેમણે તેને ખેંચીને બહાર નીકાળ્યો હતો.

કેવિને કહ્યું કે આ વિશાળકાળ અજગરને તેેણે પાણીમાં જોયો હતો. અને તે પછી તેમણે તેને ખેંચીને બહાર નીકાળ્યો હતો.

    અમેરિકાના રાજ્ય ફ્લોરિડામાંથી એક મસમોટો અજગર મળી આવ્યો છે. અહીંના સ્નેક સેવર્સ આ અજગરની લંબાઇ જોઇને ચોંકી ગયા છે. માનવામાં આવે છે કે આ અત્યાર સુધીનો સૌથી લાંબો અજગર છે. જેને પકડવામાં આ લોકોએ સફળતા મેળવી છે. આ અજગરની લંબાઇ 18.9 ફિટ છે. સીબીસી મિયામીના ન્યૂઝ રિપોર્ડ મુજબ ફ્લોરિડામાં આ પહેલા જે સૌથી લાંબો અજગર પકડવામાં આવ્યો હતો તેની લંબાઇ 18.8 ફિટ હતી. અને આ અજગર તેનાથી પણ લાંબો છે.

    સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્નેક સેવર રેયાન ઓસબર્ન અને તેના સાથી કેવિડ પાવ્લિડિસ આ અજગરને ગત સપ્તાહમાં પકડ્યો હતો. બંને સ્નેક સેવર દક્ષિણી ફ્લોરિડામાં જલ પ્રબંધન અને વન્ય જીવ સંરક્ષણ આયોગમાં કામ કરે છે. કેવિન આ અજગર વિષે જાણકારી ફેસબુકમાં આપી હતી.
    https://www.facebook.com/photo/?fbid=1868937766591800&set=p.1868937766591800

    તેણે લખ્યું કે શુક્રવારે તેણે આ વિશાળકાળ અજગરને પાણીમાં જોયો હતો. અને તે પછી તેમણે તેને ખેંચીને બહાર નીકાળ્યો હતો. કેવિનના કહેવા મુજબ તેમણે પણ ક્યારેય આટલો લાંબો અને વિશાળકાળ અજગર નથી જોયો.

    કેવિને લખ્યું કે તેમણે અને તેમના સાથીએ કદી પણ આ અજગરને નથી જોયો. અને તેમને પકડતા અમે બંને થાકી ગયા અને બહારથી બીજા લોકોને મદદ માટે બોલવવા પડ્યા. સાથે જ કેવિન અને રેયાન દાવા પર ફ્લોરિડા ફિશ અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન કમિશને પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ અજગરે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે જણાવ્યું કે આ ટીમે 18.9 ફીટનો અજગર પકડી પાડ્યો છે. આ અજગરનું વજન 47 કિલોગ્રામ છે. કમીશને કહ્યું આ એક માદા અજગર છે.

    અને માદા અજગરે વધુ આક્રમક માનવામાં આવે છે. તેમણે લખ્યું કે અમારી પાયથન એક્શન ટીમ અને દક્ષિણ ફ્લોરિડાની જલ પ્રબંધક જિલ્લાના મેમ્બર્સે પાયથન એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ 18 ફૂટ, 9 ઇંચનો એક બર્મીઝ પાયથન પકડ્યો છે. અને આ પોતાનામાં એક નવો રેકોર્ડ છે.
    First published: