ફોન પર કોઈ કામ કરતી વખતે ફોન જ્યારે સ્લો થઈ જાય છે ત્યારે ખૂબ જ પરેશાની થાય છે. આ કારણે ફોનને ફાસ્ટ ચલાવવા માટે આપણે અનેક તરકીબો અજમાવતા હોઈએ છીએ. ક્યારેક આપણે વધારાની એપ્લિકેશન ડિલિટ કરતા હોઈએ છીએ તો ક્યારેક Cache ક્લિયર કરતા હોઈએ છીએ. પરંતુ તમને નવાઈ લાગશે કે અમુક સેટિંગ્સમાં પરિવર્તન કરીને પણ તમે ફોનની સ્પિડ વધારી શકો છો.
આજે અમે અમુક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ, જેનાથી ફોનની ઝડપ વધી જશે. આ ટ્રિક આપણા ફોનના Settingsમાં જ હયાત છે. જેમાં થોડો ફેરફાર કરીને ફોનને હેંગ થતો બચાવી શકાશે. તો જાણી આવું કેવી રીતે કરી શકીએ છીએ.
તમારો ફોન વધારે ફાસ્ટ અને સારી રીતે કામ કરે તે માટે ફોનના સેટિંગ્સ (Settings)માં જાઓ. જે બાદમાં About Phoneમાં જવાનું રહેશે. જે બાદમાં Build numberમાં જઈને સાત વખત ટેપ (વારંવાર ક્લિપ) કરવાનું રહેશે. (જો તમારો ફોનમાં પહેલાથી જ Developer Option હયાત હોય તો તમારે બિલ્ડ નંબર પર સાત વખત ટેપ કરવાની કોઈ જરૂર નથી.)
હવે યૂઝરને Developerનો વિકલ્પ મળી જશે. જે બાદમાં તમારે Window Animation scale પર જવાનું રહેશે. મોટાભાગના ફોનમાં આ સ્કેલ 1X હોય છે. જેમ જેમ આ સ્કેલને વધારવામાં આવશે તેમ તેમ ફોન વધારે સ્લો થશે. એટલે કે જો તમે આ સ્કેલને 10X કરી નાખો તો તમારે ફોન વધારે સ્લો થઈ જાય છે. આ સ્કેલને OFF કરી દેવાથી જ ફોનની સ્પીડ વધી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર