છેલ્લા સાત દાયકા પર નજર કરશો તો ભારતનો નક્શો સતત બદલાતી રહી છે. આ દરમિયાન ફક્ત રાજ્યનો સરહદો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદમાં (ગોવા, સિક્કિમ, પુડ્ડેચેરી) પણ થોડી ફેરફાર થયો. હવે આ નકશામાં વધુ એક ફેરફાર જમ્મુ-કાશ્મીર અને લદાખના નામે લખાયો છે. ભાગલા પહેલા દેશ અનેક રજવાડા અને 17 વિસ્તારમાં વહેંચાયેલો હતો. જે બાદમાં દેશમાં 14 રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા હતા. 1956 પછી જમ્મુ અને કાશ્મીરના ભાગલા સુધી દેશમાં 29 રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા હતા. જમ્મુ-કાશ્મીરના ભાગલા બાદ હવે દેશમાં 28 રાજ્ય અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. ભારતનો નકશો કેવી રીતે બદલાતો રહ્યો તેની માહિતી મેળવીએ.