Home /News /samachar /

કેવી રીતે News18-IPSOS નો એક્ઝિટ પોલ સાચો ઠર્યો?

કેવી રીતે News18-IPSOS નો એક્ઝિટ પોલ સાચો ઠર્યો?

ઉચ્ચ ગુણવત્તાનું ડેટા કલેક્શન, ઉચ્ચતમ તકનીક અને ઉંડાણપૂર્વકની માહિતી મેળવી News18-IPSOSએ કરેલો એક્ઝિટ પોલનો સરવે બિલકુલ સટીક નીકળ્યો

ઉચ્ચ ગુણવત્તાનું ડેટા કલેક્શન, ઉચ્ચતમ તકનીક અને ઉંડાણપૂર્વકની માહિતી મેળવી News18-IPSOSએ કરેલો એક્ઝિટ પોલનો સરવે બિલકુલ સટીક નીકળ્યો

  ન્યૂઝ 18 ગુજરાતી : ન્યૂઝ 18નો એક્ઝિટ પોલ સરવે IPSOS દ્વારા કરવામાં આવ્યો હતો, જે વિશ્વની સૌથી વધારે વિશ્વસનીય રિસર્સ એજન્સી છે. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં ચૂ્ંટણીના સર્વેક્ષણો કરે છે. IPSOS Indiaએ ફરી એક વાર સાબિત કરી આપ્યું કે 2019ની સાાન્ય ચૂંટણીઓમાં તે સૌથી વધારે સીટક સંસ્થા તરીકે ઊભરી આવી છે.

  અહીંયા જુદી જુદી સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલની માહિતી આપવામાં આવી છે. જેના આધારે જાણી શકાય છે કે સંસ્થાએ જાહેર કરેલા એક્ઝિટ પોલ કેટલા સટીક અને સાચા પડ્યા છે.

  આ ડેટા પરથી જાણી શકાય છે કે IPSOSએ આપેલું સર્વેક્ષણ બીજા ક્રમે સાચુ ઠર્યુ છે. બાકીની સંસ્થાઓની આગાહી સામે IPSOS સટીક સાબિત ઠર્યુ હતું  બેઠકોની ગણતરીમાં સચોટ ઠરવા ઉપરાંત વોટ શેટરના મુદ્દે પણ IPSOS સચોટ ઠર્યુ છે. સંસ્થાએ કરેલી આગાહી મુજબ એનડીએને 48.5 ટકા વોટ શેર મળવાનું અનુમાન હતું જે ચૂંટણી પંચના આંકડા મુજબ એનડીએને 49 ટકા વોટ મળ્યા છે.

  IPSOS પાસે એક સબળ પ્લાન હતો જેના મુજબ ત્રણ તબક્કામાં આ એક્ઝિટ પોલ તૈયાર થયો હતો. પ્રથમ તબક્કો પ્લાનીંગ, બીજો તબક્કો એક્ઝિક્યુશન અને ત્રીજો તબક્કો હતો એનાલિસીસનો

  પ્લાનિંગ
  આ ખૂબ જ મહત્વનો તબક્કો છે. સંસ્થાના વૈશ્વિક અનુભવના આધારે જુદા જુદા દેશોમાં ડેટા એકત્રિત કરવા માટે આયોજન કરવામાં આવતું હોય છે. અમે પ્રાથમિક રીતે 199 બેઠકો કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર પસંદ કરી હતી. આ બેઠકોની 796 વિધાનસભા બેઠકોમાં IPSOS સિમ્પલ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં 7,776 પોલિંગ સ્ટેશનનો સમાવેસ થાય છે. આ પોલિંગ સ્ટેશન પણ પ્રકારે જ પસંદ કરવામાં આવ્યા હતા. એક પ્રકારની જ માહિતી ન મળે તેથી મત આપનાર દર ત્રીજા વ્યક્તિને દર પોલિંગ સ્ટેશનમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા.

  અમલીકરણ
  સરવે સંસ્થાઓ દ્વારા અનેક હથકંડાઓ અજમવાવામાં આવતા હોય છે જેમાં પોલ બાદ, ઑનલાઇન, ટેલિફોનીક વાતચીત અને મોબાઇલ એપ્લીકેશન વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આઈપોસ દ્વારા પોલીંગ સ્ટેશન પર મતદાનના દિવસે જ સરવે કરવામાં આવ્યો હતો.

  તમામ ઇન્ટરવ્યૂસ ટેબલના માધ્યમથી કરવામાં આવ્યા હતા. તમામ ઇન્ટરવ્યૂઅર પાસેથી સમય અને લોકેશનની સચોટ વિગતો મેળવવામાં આવી હતી. ટેબ્લેટમાં EVMનું સિમ્યૂલેટર તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં જવાબ આપનાર વ્યક્તિને વોટ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જેના કારણે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગરનો સચોટ ડેટા મળ્યો હતો.

  IPSOSની સૌથી મોટી છે, જેના દ્વારા કરવામાં આવેલા સરેને ચાર ભાગમાં ચાર કંટ્રોલ રૂમ ઊભા કરીને તેના વિશે મોનટરીંગ કરવામાં આવ્યું હતું.

  35 ક્યૂસી એક્ઝિક્યુટીવ્સની ટીમ દ્વારા ઇન્ટરવ્યૂ સબમીટ કરતાં પહેલાં તેને ચેક કરવામાં આવ્યો હતો. લાઇવ મોનિટરીંગ, રિયલ ટાઇમ ડેટા, અને જીપીએસથી સજ્જ ઉપકરણો દ્વારા ફિલ્ડમાં પણ ઉચ્ચ ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ ફેઝનું લર્નિંગ બીજા ફેઝમાં ઉપયોગી થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.

  પૃથ્થકરણ

  ડેટા ઉંરમ, લિંગ, ધર્મ, જ્ઞાતીના આધારે છણાવટ કરવામાં આવી હતી. ઉચ્ચ પ્રકારના ગાણિતીક તર્કો અને તકનીકના આધારે આ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

  IPSOSની કોર રિસર્ચ ટીમ દ્વારા દેશના છેવાડાના વિસ્તારોની સુધી વામાં આવ્યું હતું. આઈપોસ દ્વારા નવેમ્બર 2018- માર્ચ 2019ની વચ્ચે ટ્રસ્ટ સરવે હાથ ધરાયો હતો જેના આધારે વધારે સચોટ માહિતી મળી હતી.

  ( આ અહેવાલ IPSOS Indiaના Country Service Lines Group Leader પારિજાત ચક્રબોર્તી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. )
  First published:

  આગામી સમાચાર