કલાકો કામ કરવાને કારણે અક્ષય કુમારની ફિલ્મનાં સાઉન્ડ એડિટરે 29ની ઊંમરે ગુમાવ્યો જીવ
કલાકો કામ કરવાને કારણે અક્ષય કુમારની ફિલ્મનાં સાઉન્ડ એડિટરે 29ની ઊંમરે ગુમાવ્યો જીવ
સાઉન્ડ ટેક્નીશિયન નિમિષ પિલંકર (Nimish Pilankar)ની ઊંમર માત્ર 29 વર્ષ હતી. નિમિષે 'હાઉસફુલ-4', 'બાયપાસ રોડ' અને 'મરજાવાં' જેવી ફિલ્મોમાં સાઉન્ડ ટેક્નીશિયન તરીકે કામ કર્યું છે.
સાઉન્ડ ટેક્નીશિયન નિમિષ પિલંકર (Nimish Pilankar)ની ઊંમર માત્ર 29 વર્ષ હતી. નિમિષે 'હાઉસફુલ-4', 'બાયપાસ રોડ' અને 'મરજાવાં' જેવી ફિલ્મોમાં સાઉન્ડ ટેક્નીશિયન તરીકે કામ કર્યું છે.
મુંબઇ: અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ-4'નાં સાઉન્ડ ટેક્નીશિયન નિમિષ પિલંકર (Nimish Pilankar)નું ફક્ત 29 વર્ષની નાની ઊંમરે નિધન થઇ ગયુ છે. તેનું નિધન બ્રેન હેમરેજને કારણે થયું છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે 'સ્લમડૉગ મિલિયનેરન માટે ઑસ્કર જીતી ચુકેલા રેસુલ પોકુટ્ટીએ ફિલ્મ ક્રિટિક્સ ખાલિદ મોહમ્મદની ટ્વીટને રિટ્વીટ કરી. 29 વર્ષનાં નિમિષનાં મોત પર ખાલિદ મોહમ્મદે સવાલ પુછ્યો હતો કે, 'ટેક્નિશિયન બોલિવૂડની કરોડરજ્જુ છે. પણ શું કોઇને તેમની ચિંતા છે ?'
Shocking! @Jhajhajha thank you for taking a stand! We stand with you... Dear Bollywood, how many more sacrifices we need to see the real picture... “the answer my friend is blowing in the wind....” https://t.co/GZ4gsIzw7C
ઑસ્કર વિનર રેસુલ પોકુટ્ટીએ પણ ખાલિદ મોહમ્મદની વાતનો સપોર્ટ કરતાં લખ્યું કે, 'આ ચોકાવનારા ખબર છે. ખાલિદ આ મુદ્દો ઉઠાવવા માટે આપનો આભાર. અમે આપની સાથે ઉભા છીએ. બૉલિવૂડ, આપણે અસલિયત જોવા માટે હજુ કેટલી કુરબાનીઓ આપવી પડશે? તેનો જવાબ આપણી આસપાસ જ છે. આપને જણાવી દઇએ કે, નિમિષે 'હાઉસફુલ-4' ઉપરાંત 'બાયપાસ રોડ' અને 'મરજાવાં' જેવી ફિલ્મોમાં સાઉન્ડ ટેક્નીશિયન તરીકે કામ કર્યું છે.
Very sad to learn about the passing away of Nimish Pilankar, that too at such a young age. My heart goes out to his family at this difficult time 🙏🏻
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિમિષ પિલંકર ગત કેટલાંયે દિવસોથી એક વેબ સીરિઝ માટે રાત-દિવસ કામ કરી રહ્યો હતો. તેને કારણે તે ખુબજ તાણમાં હતો. તાણને કારણે નિમિષનું બ્લડ પ્રેશર વધી ગયુ જેને કારણે તે ને બ્રેન હેમરેજ થઇ ગયુ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર