ન્યૂઝ18ગુજરાતીઃ અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ હાઉસફૂલ-4 (Housefull 4) દિવાળીના તહેવારો પર રિલિઝ થઇ છે. આ ફિલ્મ રિલિઝ થતા જ બૉક્સ ઑફિસ ઉપર ધમાકેદાર કમાણી કરી છે. જોકે, ગત થોડા દિવસોની કમાણીના મામલામાં આ ફિલ્મ અક્ષય કુમારની ચાર મોટી ફિલ્મોથી પાછળ પડી રહી છે. લગભગ 80 કરોડના બજેટથી તૈયાર થયેલી આ ફિલ્મથી વધારે અપેક્ષા હતી. પરંતુ આ તહેવાર ફિલ્મ તહેવારની સૌથી વધારે ઓપનિંગ ન અપાવી શકી. ઓપનિંગ ડે કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીની અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ સૌથી ઉપર રહી છે. આ ફિલ્મ આ વર્ષે જ રિલિઝ થઇ છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ-4એ પહેલા દિવસે બૉક્સ ઑફિસ ઉપરલગભગ 19 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારે પોતાની ફિલ્મની વાત કરીએ તો ઑપનિગ કલેક્શનના મામલામાં હાઉસફૂલ-4 પાછલી ચાર હિન્દી ફિલ્મોથી પણ પાછળ રહી ગઇ છે. અક્ષયના કરિયરની સૌથી મોટી ઑપનર રહેલી મિશન મંગલ ફિલ્મે પહેલા દિવસે 29.16 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા નંબર ઉપર ગોલ્ડ 25.25 કરોડ અને ત્રીજા નંબર ઉપર કેસરી 21.06 અને ચોથા નંબર ઉપર સિંહ ઇજ બ્લિંગ 20.67 કરોડ રૂપિયા રહી છે.
જો બીજા દિવસના કલેક્શનની વાત કરીએ તરણ આદર્શે ટ્વિટર ઉપર બીજા દિવસના કલેક્શનના આંકજા જાહેર કરતું ટ્વીટ કર્યું હતું. જેમાં બીજા દિવસે બૉક્સ ઑફિસ ઉપર 18.81 કરોડની કમાણી કરી હતી આમ ફિલ્મનું કુલ કલેક્શન 37.89 કરોડ થિ છે.
હજી સુધી આંકડાઓ બહાર આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે હાઉસફૂલ-4એ બીજા દિવસે લગભગ 18 કરોડની કમાણી કરી છે. આ પહેલા ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે બતાવ્યું હતું કે ફિલ્મના ચોથા દિવસે એટલે કે સોમવારે મહત્વનો દિવસ છે. આ દિવસે સિનેમાઘરોમાં વધારેમાં વધારે દર્શકો પહોંચવાની આશા હતી.
ઉલ્લેખનીય છે કે, હાઉસફૂલ 04 જોઇને આવનારા દર્શકોએ સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્મને ખુબજ ખરાબ રિવ્યૂ આપ્યો હતો. જોકે ફિલ્મને પસંદ કરનાર લોકો ઓછા નથી પરંતુ ફિલ્મ દર્શખોની અપેક્ષાએ ખરી નથી ઉતરી.
Published by:Pankaj Jain
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર