Home /News /samachar /

ડાંગ જિલ્લાના ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોની 'ઘર વાપસી'

ડાંગ જિલ્લાના ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોની 'ઘર વાપસી'

માયાદેવી ભેંસકાત્રી ખાતે કિશોરભાઈ મહારાજની ઉપસ્થિતિમાં વૈદિક દિક્ષા શુદ્ધિ કરણ કાર્યક્રમ સંમેલન ધર્મ પરિવર્તન કરેલા 144 આદિવાસીઓને હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

માયાદેવી ભેંસકાત્રી ખાતે કિશોરભાઈ મહારાજની ઉપસ્થિતિમાં વૈદિક દિક્ષા શુદ્ધિ કરણ કાર્યક્રમ સંમેલન ધર્મ પરિવર્તન કરેલા 144 આદિવાસીઓને હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

  ડાંગ જિલ્લાના (Dang) આદિવાસીઓ ખ્રિસ્તીમાં ધર્માંતર (Conversion) થયેલા 144 આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ ‘અંગીકાર’ કર્યો હતો. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યયામાં આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચૂકયા છે . (કેતન પટેલ, ડાંગ)


  ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવાયા હતા. વૈદિક દીક્ષા શુદ્ધિ કરણનો કાર્યક્રમ ડાંગના ભોગડીયા ગામના અગ્નિવીર દ્વારા યોજવામાં આવી હતી. જેમાં 144 ડાંગના આદિવાસી પરિવારોએ ભાગ લીધો હતો.


  ડાંગ જિલ્લો સંપૂર્ણ પર્ણે આદિવાસી વિસ્તાર છે. જે દેશના વિકાસની સરખામણીએ ખૂબજ પછાત વર્ગમાં ગણવામાં આવે છે. જયાં કેટલાંક વર્ષોથી ધર્મ પરિવર્તન અને વટાળ પ્રવૃતિઓ ચાલતી આવી છે.


  ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસીઓનું હિન્દુ અગ્નિવીર દ્વારા ધર્માંતર કરવામાં આવ્યું હતું. ત્યારે અગ્નિવીર દ્વારા વૈદિક દિક્ષા શુદ્ધિ કરણના કાર્યક્રમના સંમેલનમાં ધર્મ પરિવર્તન કરેલા ડાંગના હિન્દુ આદિવાસીઓને સમજાવીને ઘરવાપસી કરાવી હતી.


  છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી ધર્મનો અંગીકાર મિશનરીઓ દ્વારા ડાંગના ગરીબ વિસ્તારના આદિવાસીઓને વિવિધ પ્રકારની લાલચો આપી તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરવામાં આવ્યું હતું. પરંતુ ખ્રિસ્તી મિશનરીઓના આવા સંમેલનોને લઈને હિંદુ ધર્મના સંગઠનો આગળ આવતા ખ્રિસતી ધર્મનો અંગીકાર કરેલા 144 આદિવાસી પરિવારોને અગ્નિવીર દ્વારા ફરીથી હિન્દુ ધર્મમાં લાવવામાં આવ્યા હતા.


  જેમાં મુખ્ય અતિથિ સાધ્વી યશોદા દીદી અને ગુજરાતના અગ્નિવીર ચીફ નેહાબેન પટેલ, ગુજરાત અનુસૂચિત જનજાતિ મહેન્દ્રસિંહ રાજપુરોહિત. હિન્દુ ધર્મ જાગરણના ભાઈકુ,ભાઇ પરેશભાઇ,ગાયકવાડ રામુભાઇ અંબેલાલ પટેલ અને મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો જેમાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
  First published:

  આગામી સમાચાર