Home /News /samachar /

ટોઇંગ માટે ફરતી ગાડીઓ મુદ્દે જાહેરહિતની અરજી, હાઇકોર્ટે શું કહ્યું

ટોઇંગ માટે ફરતી ગાડીઓ મુદ્દે જાહેરહિતની અરજી, હાઇકોર્ટે શું કહ્યું

રાજ્ય સરકારે ખુદ હાઇકોર્ટ સમક્ષ કરેલી રજૂઆતોના પગલે વધુ કોઇ આદેશ કરવાની જરૂરત ન રહેતા રિટનો નિકાલ કરવામાં આવ્યો

રાજ્ય સરકારે ખુદ હાઇકોર્ટ સમક્ષ કરેલી રજૂઆતોના પગલે વધુ કોઇ આદેશ કરવાની જરૂરત ન રહેતા રિટનો નિકાલ કરવામાં આવ્યો

    અમદાવાદ : રસ્તાઓ ઉપર વાહનો ટોઇંગ કરવા માટે ફરતી ગાડીઓને આ કામ માટેનું કોન્ટ્રાક્ટ આપવા માટે કોઇ ધારાધોરણ, કાયદા કે ટેન્ડરની પારદર્શક પ્રક્રિયાનો અમલ નહીં થતો હોવાના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીનો હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે નિકાલ કર્યો છે. સમગ્ર મુદ્દે મુખ્ય સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે વાહનો ટોઇંગ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટ કાયદાની પ્રક્રિયાનો અમલ કરીને જ આપવામાં આવશે. એટલું જ નહીં એજન્સીઓને જે વર્ક ઓર્ડર આપવામાં આવશે એમાં કોઇ પણ નાગરિકના વાહનોને નુકસાન ન થાય એ રીતે વાહન ટો કરવા માટેની જરૂરી નિર્દેશો પણ આપવામાં આવશે. રાજ્ય સરકારે ખુદ હાઇકોર્ટ સમક્ષ કરેલી રજૂઆતોના પગલે વધુ કોઇ આદેશ કરવાની જરૂરત ન રહેતા રિટનો નિકાલ કરવામાં આવ્યો છે.

    સમગ્ર મામલે સુરતમાં અપાયેલો કોન્ટ્રાક્ટનો વિવાદ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. અરજદાર સંજીવ ઇઝાવાએ એડવોકેટ વિશાલ દવે અને એડવોકેટ નિપુન સિંઘવી મારફતે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,‘સુરત શહેરમાં વાહનોના ટોઇંગ માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં કોઇ પણ પ્રકારની ટેન્ડરની પ્રક્રિયાનો અમલ કરામાં આવ્યો નથી. જે કોટેશન ઓછું ભરે એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. જે સેન્ટ્રલ વિજીલન્સ કમિશનની ગાઇડલાઇન અને સુપ્રીમ કોર્ટના આદેશોથી વિપરીત છે. રાજ્ય સરકારે આવા કોન્ટ્રાક્ટની ફાળવણી કરવા માટે ઇ ટેન્ડરિંગની પ્રક્રિયાનો અમલ કરવો પડે. જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને. તે ઉપરાંત ટોઇંગ માટેની જે પદ્ધતિ છે એ પણ અત્યંત ભૂલ ભરેલી છે. વાહનોને ટો કરવામાં આવે છે ત્યારે જરૂરી મશિનરીનો ઉપયોગ કરાતો નથી. જેથી વાહનોને નુકસાન થાય છે. ચાલકોને દંડ પણ ભરવો પડે છે અને વાહનની નુકસાની પણ વેઠવી પડે છે. જેથી બમણો માર પડે છે.’

    આ પણ વાંચો - જયંતિ ભાનુશાળી હત્યાકાંડ : આરોપી નીતિન અને રાહુલના જામીન મંજૂર

    આ કેસમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સુરતના કોન્ટ્રાક્ટરની ટર્મ પૂરી થઇ છે અને હવે નવા કોન્ટ્રાક્ટની પ્રક્રિયામાં તમામ નિયમો અને કાયદાનો અમલ થશે. તેથી આ રિટમાં કોઇ આદેશ કરવાની જરૂર જણાતી નથી. હાઇકોર્ટે રાજ્ય સરકારના નિવેદનને ધ્યાનમાં લઇ રિટનો નિકાલ કર્યો હતો.
    First published:

    આગામી સમાચાર