Home /News /samachar /

Delhi-NCRમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર, 5 નવેમ્બર સુધી શાળાઓમાં રજા

Delhi-NCRમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર, 5 નવેમ્બર સુધી શાળાઓમાં રજા

કન્સ્ટ્રક્શન પર લાગેલા પ્રતિબંધને 5 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો

કન્સ્ટ્રક્શન પર લાગેલા પ્રતિબંધને 5 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો

    નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme court)ની એક પેનલે દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ના સ્તરને સીવીયર પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ (EPCA)એ હેલ્થ ઇમરજન્સી જાહેર થતાં શિયાળામાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, કન્સ્ટ્રક્શન (construction) પર લાગેલા પ્રતિબંધને 5 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.

    દિલ્હી, ગાજિયાબાદ, નોઇડાની સ્થિતિને જોતાં ઉઠાવ્યાં પગલાં

    દિલ્હીના લોધી રોડ, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં PM 2.5નું લેવલ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર 500ના ખતરનાક સ્તરે પહોંચી થયું છે. ગાજિયાબાદમાં આ આંકડો 487 પર છે. બીજી તરફ, નોઇડામાં પણ આ આંકડો 500ને સ્પર્શવાથી થોડો જ દૂર છે. ઉત્તર પ્રદેશના 8 શહેર ખતરનાક વાયુ પ્રદૂષણની ઝપેટમાં છે. ગુરુગ્રામ અને સિરસામાં પણ સ્થિતિ સારી નથી.

    આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ જાહેરાત કરી છે કે શહેરની તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રહેશે. કેજરીવાલે પ્રદૂષણ સ્તર વધવાને કારણે આ નિર્ણય લીધો છે.

    શરીર પર આવી અસર થઈ શકે છે

    - આંખ, ફેફસાં, નર્વસ સિસ્ટમ, માથું દુખવું અને ત્વચા પ્રભાવિત થઈ શકે છે.
    - ડાયરિયાની બીમારી પણ થઈ શકે છે.
    - વાતાવરણમાં રહેલા હાનિકારણ તત્વ શ્વાસ દ્વારા શરીરમાં પહોંચી જાય છે, તે લોહીમાં ભળીને લોકોને રોગી બનાવી શકે છે.

    ડૉક્ટરોની સલાહ

    - સવાર અને મોડી સાંજની વૉકથી બચો. જો સવારે વૉક માટે જાઓ છો તો કંઈક ખાઈને જાઓ. ખાલી પેટ ફરવાનું ટાળો.
    - પાર્કમાં ઝાકળ જોયા બાદ જ ત્યાં ફરો. ઝાકળના કારણથી પ્રદૂષણનું એક લેયર સાફ થઈ જાય છે.
    - ઘરેથી બહાર જતી વખતે માસ્ક પહેરો.
    - ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક પદાર્થો લો એન ઘણું બધું પાણી પીવો, તેનાથી શરીરને હાનિ પહોંચાડનારા પ્રદૂષિત તત્વ શરીરમાંથી બહાર જતા રહેશે.

    આ પણ વાંચો,

    શિવસેના ઈચ્છે ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બનાવી શકે છે : સંજય રાઉત
    રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રગીત વખતે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ બેસી રહ્યા, આ હતું કારણ
    First published:

    આગામી સમાચાર