Home /News /samachar /

બાંગ્લાદેશ સામે શ્રેણી જીત પછી હાર્દિક પંડ્યાનું સ્થાન ખતરામાં, જાણો કારણ

બાંગ્લાદેશ સામે શ્રેણી જીત પછી હાર્દિક પંડ્યાનું સ્થાન ખતરામાં, જાણો કારણ

દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી પછી હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે

દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી પછી હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે

  નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India)નો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)કમરના નીચેના ભાગની સર્જરી કરાવ્યા પછી આરામ કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી પછી હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જોકે તે ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ટી-20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. જોકે હજુ તે નક્કી નથી કે તે ટીમ ઇન્ડિયામાં વાપસી ક્યારે કરશે.


  હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં બાંગ્લાદેશ (Bangladesh)સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે યુવા ઑલરાઉન્ડર શિવમ દુબે (Shivam Dube)ને તક આપવામાં આવી હતી. તે બૅટિંગમાં ખાસ કમાલ કરી શક્યો ન હતો પણ બૉલિંગ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના સહારે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે 2-1થી શ્રેણી જીતવા સફળ રહ્યું હતું. બાંગ્લાદેશ સામે શિવમે 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ ઝડપી હતી.


  શિવમ દુબે નીચલા ક્રમમાં હાર્દિક પંડ્યા જેવો ખેલાડી છે. જે જરુરત પ્રમાણે આક્રમક બૅટિંગ કરી શકે છે અને બૉલિંગમાં પણ ટીમને ઉપયોગી સાબિત થઈ શકે છે. શિવમ દુબે ગત વર્ષે મુંબઈ ટી-20 લીગ મેચમાં પ્રવીણ તાંબેને ઓવરમાં 5 સિક્સર ફટકારી ચર્ચામાં આવ્યો હતો. આ પછી આઈપીએલ-2019ની હરાજીના એક દિવસ પહેલા બરોડા સામે સ્વપ્નિલ સિંહની ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. આઈપીએલમાં આરસીબીએ તેને પોતાની સાથે જોડ્યો હતો. જોકે તે આઈપીએલમાં 4 મેચમાં ફક્ત 40 રન બનાવી શક્યો હતો.


  2018-19ની રણજી સિઝનમાં શિવમ મુંબઈ સામે સૌથી વધારે રન બનાવનાર બૅટ્સમેનોની યાદીમાં બીજા નંબરે રહ્યો હતો. તેણે 632 રન બનાવ્યા હતા અને 23 વિકેટ પણ ઝડપી હતી. વિજય હઝારે ટ્રોફીમાં શિવમે કર્ણાટક સામે 67 બોલમાં 118 રન ફટકારી દીધા હતા. જેમાં 10 સિક્સરો ફટકારી હતી.


  ટીનેજર અવસ્થામાં શિવમનો વજન ઘણો વધારે હતો. જોકે તેણે પછી ઘણો ઓછો કરી નાખ્યો હતો. એકસમયે શિવમે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. તેણે કહ્યું હતું કે 14 વર્ષનો હતો ત્યારે આર્થિક તંગીના કારણે તેણે ક્રિકેટ છોડી દીધું હતું. તે સમયે પોતાની ફિટનેસ ઉપર પણ યોગ્ય રીતે કામ કરી શકતો ન હતો. આ પછી 19 વર્ષની ઉંમરમાં ફરી ક્રિકેટમાં વાપસી કરી હતી અને ફિટનેસ પર કામ શરુ કર્યું હતું.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन