Home /News /samachar /

‘આ તો હાર્દિક પંડ્યાની ગાડી છે’, ગર્લફ્રેન્ડ સાથે ફરી રહ્યો છે પંડ્યા!, પ્રશંસકોએ આવી રીતે ઓળખ્યા

‘આ તો હાર્દિક પંડ્યાની ગાડી છે’, ગર્લફ્રેન્ડ સાથે ફરી રહ્યો છે પંડ્યા!, પ્રશંસકોએ આવી રીતે ઓળખ્યા

નતાશાના ફોટા ઉપર કેટલાક પ્રશંસકોએ કહ્યું છે કે આ તો હાર્દિકની ગાડી છે

નતાશાના ફોટા ઉપર કેટલાક પ્રશંસકોએ કહ્યું છે કે આ તો હાર્દિકની ગાડી છે

    નવી દિલ્હી : ભારતનો સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલ ક્રિકેટથી દૂર છે પણ તે હાલ ક્યાં છે તે દરેક પ્રશંસક જાણવા માંગે છે. પંડ્યા હાલ તો પોતાની ઇજામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે પોતાના મિત્રને પણ પૂરો સમય આપી રહ્યો છે. તે ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચ (Natasha Stankovic) સાથે પણ સમય પસાર કરી રહ્યો છે. જેનો ખુલાસો થોડાક દિવસો પહેલા શેર કરેલી એક તસવીરે કર્યો છે. પ્રશંસકોએ પંડ્યાની ગાડી પણ ઓળખી લીધી છે. થોડાક દિવસો પહેલા હાર્દિક પંડ્યાએ ઇંસ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે પોતાની ગાડીમાં બેસેલો છે. જ્યારે નતાશાએ પણ ગાડીના અંદરનો એક ફોટો શેર કર્યો છે. જે બિલકુલ પંડ્યાની ગાડી જેવી દેખાય છે.



    આ ફોટા ઉપર કેટલાક પ્રશંસકોએ કહ્યું છે કે આ તો હાર્દિકની ગાડી છે. પ્રશંસકોએ નતાશાની ફોટોમાં એક સાઇડ પણ પકડી લીધી છે, જ્યાં કોઈનો હાથ દેખાઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે બીજી સીટ ઉપર પંડ્યા હતો. જોકે તેનો આ ફોટો એ વાતની પૃષ્ટી કરતો નથી કે બંને એક સાથે છે.

    આ પણ વાંચો - બાંગ્લાદેશ સામે શ્રેણી જીત પછી હાર્દિક પંડ્યાનું સ્થાન ખતરામાં, જાણો કારણ



    ઘણા સમયથી બંનેના સંબંધોને લઈને અફવાઓ ઉડી રહી છે. જે કારણે ગાડીની બીજી સીટ પર તેની સાથે પંડ્યાને માનવામાં આવે છે. ઘણી વખત હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નના સમાચાર પણ બહાર આવ્યા હતા. એવા પણ સમાચાર હતા કે પંડ્યાએ આ વર્ષે બોલિવૂડ અભિનેત્રીને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. આ સિવાય બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર નિકળતા જોવા મળ્યા હતા. એમ માનવામાં આવે છે કે અભિનેત્રી નતાશા પોતાના સંબંધને લઈને ઘણી ગંભીર છે. જોકે હાર્દિકનું નામ આ પહેલા અભિનેત્રી ઉર્વશી રોતૈલા અને ઇશા ગુપ્તા સાથે જોડાયું હતું.
    First published:

    આગામી સમાચાર