Home /News /samachar /

Happy bday Malaika Arora: પાંચ ગીતોથી સાબિત થાય છે કે છૈયા છૈયા ગર્લ જેવી કોઇ નહીં

Happy bday Malaika Arora: પાંચ ગીતોથી સાબિત થાય છે કે છૈયા છૈયા ગર્લ જેવી કોઇ નહીં

મલાઇકા અરોરા પોતાના સેક્સી અંદાજ, સુંદરતા અને સિઝલિંગ ડાંસર છે. જે તેમણે સમયની સાથે સાબિત પણ કર્યું છે.

મલાઇકા અરોરા પોતાના સેક્સી અંદાજ, સુંદરતા અને સિઝલિંગ ડાંસર છે. જે તેમણે સમયની સાથે સાબિત પણ કર્યું છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ બોલિવૂડ ડાન્સિંગ સનસની, સોશિયલ મીડિયા સ્ટાર, ઇન્સ્ટાગ્રામ ક્વિન અને બોલિવૂડ દિવા મલાઇકા અરોરાનો આજે જન્મદિવસ (Happy birthday Malaika Arora) છે. મલાઇકા પોતાની સ્માઇલથી જ લોકોનું દિલ જીતી લે છે. મલાઇકા પપરાજીની પસંદીદા છે અને કેમેરા તેને દરેક જગ્યાએ ફૉલો કરે છે ભલે તે ગમે ત્યાં જાય. આ બધાથી હટકે મલાઇકા આપણી છૈયા છૈયા ગર્લ છે જેણે આ ગીત ઉપરની પોતાની ડાન્સિંગ અદાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે.


    મુન્ની બદનામ હુઇ આઇટમ સોંગથી તેમણે ગીતોની શરૂઆત કરી હતી. જોકે આ પહેલા તેમણે ચલ છૈયા છૈયા, કાલ ધમાલ, માહી વે જેવા ગીતો ઉપર પણ ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. મલાઇકા અરોરા પોતાના સેક્સી અંદાજ, સુંદરતા અને સિઝલિંગ ડાંસર છે. જે તેમણે સમયની સાથે સાબિત પણ કર્યું છે. દંબગનું મુનની બદનામ હુઇ ગીતથી તેઓ રાતોરાત ફેમસ થઇ ગયા હતા. આજે પણ બૉલિવૂડમાં સૌથી હિટ ફિલ્મોના રૂપમાં જાણિતું છે.


    છૈયા છૈયા (Chaiyya Chaiyya): બૉલિવૂડનું સૌથી પ્રતિષ્ઠિતગીતોમાંનું એક ગીત છે. જેમાં મલાઇકા અને શાહરુખ ખાને અસાધારણ અને અભૂતપૂર્વ ડાન્સ ચાલું ટ્રેનમાં કર્યો હતો. આ ગીતે સિલ્વર સ્ક્રીન ઉપર જાદૂ ફેલાવી દીધો હતો. મલાઇકા અરોરા ત્યાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડાન્સિંગ ક્વીન બની ગઇ હતી.


    માહી વે (Maahi Ve):કાંટે ફિલ્મનું આ સુપરહિટ ગીત છે. મલાઇકા અરોરાએ નિશ્વિત રૂપથી પોતાની કામુક ડાન્સથી સિલ્વર સ્ક્રીન ઉપર કબ્ઝો કરી લીધો છે.


    કાલ ધમાલ (Kaal Dhamaal): મલાઇકા અરોરા અને શાહરૂખ ખાને નિશ્વિત રૂપથી આ ગીતમાં છૈયા છૈયા ગીતનો જાદુ ફરીધી બનાવ્યો છે. આ ગીતથી બંને ફરીથી લોકપ્રિય બની ગયા હતા. આ ગીત દરેક લોકોના પ્લે લિસ્ટમાં હતું. હજી પણ આ ગીત ડિસ્કોમાં વાગે છે.


    મુન્ની બદનામ હુઈ (Munni Badnaam Huyi) : દબંગનું આ ગીત એટલું ફેમસ થયું કે લોકો ચાલતા ફરતા પણ ગણગણાવતા હતા.


    અનારકલી ડિસ્કો ચલી (Anarkali Disco Chali): મલાઇકા અરોરાની હૉટ અદાઓના કારણે આ ગીત સુપર હિટ થઇ ગયું હતું.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन