Home /News /samachar /

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે H-1B વિઝા મુદ્દે પણ વાતચીત શક્ય : સરકાર

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે H-1B વિઝા મુદ્દે પણ વાતચીત શક્ય : સરકાર

આઈટી પ્રોફેશનલ્સ તેમજ બિઝનેસ કે વેપારના હેતુથી અમેરિકા જતા વિદેશી લોકોમાં H-1B વિઝા ખૂબ જ પ્રચલિત છે.

આઈટી પ્રોફેશનલ્સ તેમજ બિઝનેસ કે વેપારના હેતુથી અમેરિકા જતા વિદેશી લોકોમાં H-1B વિઝા ખૂબ જ પ્રચલિત છે.

    નવી દિલ્હી : વિદેશ બાબાતોના મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રન્પની ભારત મુલાકાત દરમિયાન H-1B વિઝાનો મુદ્દો પણ વાતચીત દરમિયાન ચર્ચાઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સીધા જ અમદાવાદ આવી પહોંચશે. અહીંથી આગ્રા અને ત્યારબાદ નવી દિલ્હી પહોંચશે.

    નોંધનીય છે કે વિદેશ મંત્રાલય તરફથી આવું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વર્જિનિયા સ્થિત નેશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પોલીસી (NFAP) તરફથી એક રિપોર્ટમાં કહેવાયું છે કે 2019ના વર્ષના પ્રથમ 11 માસ દરમિયાન કેનેડાનું નાગરિકત્વ મેળવનારા ભારતીયોની સંખ્યામાં 105 ટકાનો વધારો થયો છે. આથી એવું કહી શકાય કે યુએસમાં વિઝાને લઇને નિયમો કડક થતાં ભારતીયોનો મોહભંગ થયો છે.

    H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ્સ વિઝા છે. જેના થકી અમેરિકન કંપનીઓ ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રમાં બીજા દેશોમાંથી હાઇસ્કિલ્ડ કર્મચારીઓને નોકરી આપે છે અને અમેરિકા બોલાવે છે. દર વર્ષે ભારત અને ચીન જેવા દેશમાંથી લાખો લોકો H-1B વિઝા મળવાની રાહ જોતા હોય છે.

    આ ઉપરાંત બિઝનેસ કે વેપારના હેતુથી અમેરિકા જતા વિદેશી લોકોમાં પણ આ વિઝા ખૂબ જ પ્રચલિત છે. અમેરિકાન સરકારે ગયા વર્ષે કહ્યું હતું કે તેઓ ભારતીયોને મળતા H-1B વિઝાની સંખ્યામાં ઘટાડો કરશે. જોકે, ટ્રમ્પ સરકારે હજી સુધી આ અંગે કોઈ આખરી નિર્ણય કર્યો નથી. આ નિર્ણયથી આઈટી ક્ષેત્રમાં રહેલા લોકોને વધારે અસર પહોંચી શકે છે.

    નોંધનીય છે કે અમેરિકા તરફથી દર વર્ષે 85 હજાર H-1B વિઝા આપવામાં આવે છે. જેમાંથી 70 ટકા વિઝા ભારતીયો મેળવે છે. આ શ્રેણીમાં સૌથી વધારે વિઝા મેળવતો ભારત એકમાત્ર દેશ છે. ભારતના આઈટી ક્ષેત્ર માટે અમેરિકાના H-1B વિઝાનું વિશેષ યોગદાન રહ્યું છે.
    First published:

    આગામી સમાચાર