Home /News /samachar /

માસ્ક મુદ્દે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકાર થઇ દોડતી, લાવી શકે છે નવો નિયમ

માસ્ક મુદ્દે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકાર થઇ દોડતી, લાવી શકે છે નવો નિયમ

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાવાયરસના આતંક વચ્ચે રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન નહીં કરનારા અને માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા લોકો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે.

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાવાયરસના આતંક વચ્ચે રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન નહીં કરનારા અને માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા લોકો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે.

  સમગ્ર વિશ્વની સાથે સાથે ગુજરાત પણ કોરોનાથી બેકાબૂ બની રહ્યું છે ત્યારે સરકારે લાદેલા નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં માસ્ક વિના ફરતા બે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ હાઈકોર્ટે કરતાં ગુજરાત સરકાર દોડતી થઇ ગઇ છે.

  આ મામલે આજે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે, કોરોનાની મહામારી દરમિયાન માસ્ક વિના ફરતા લોકોને પકડી રાજ્યના કોવિડ કેર સેન્ટર ઉપર ફરજિયાત કોમ્યુનિટી સેવાઓ આપવાનો આદેશ કર્યો છે. પરિણામે આજે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગૃહ સચિવ પંકજકુમાર અને કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મુજબ વિશેષ અભ્યાસ કરીને આજ સાંજ સુધીમાં મહત્વનો નિર્ણય કરી દેવાની જાહેરાત કરી શકે છે.

  સમગ્ર ગુજરાતમાં પ્રવર્તમાન કોરોનાવાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા બેકાબુ બની રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર બેકાબૂ કોરોનાને અંકુશમાં લેવા માટે કઠોર નિર્ણય નહી કરતી હોવાના કારણે આખરે આજે ગુજરાત હાઇકોર્ટની ફિટકરથી સરકાર દોડતી થઇ ગઇ છે અને ગુજરાત હાઇકોર્ટે કરેલા આદેશો અન્વય અભ્યાસ શરૂ કરી દીધો છે.

  માસ પ્રમોશનની વાત પાયાવિહોણી છે, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો: ભૂપેન્દ્રસિંહ

  મળતી વિગતો અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાવાયરસના આતંક વચ્ચે રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન નહીં કરનારા અને માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા લોકો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને નિર્દેશ કર્યો છે કે, રાજ્ય સરકારે માસ્ક નહિ પહેરનારા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરે અને આવા શખ્સોને દસ દિવસ સુધી કોવિડ કેર સેન્ટર ઉપર ફરજિયાત કોમ્યુનિટી સેવા આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરે. ગુજરાત હાઇકોર્ટના આ નિર્દેશ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. જેના પગલે આજે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કાયદા વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા વચ્ચે ગુજરાત હાઇકોર્ટે કરેલા નિર્દેશોનો તમામ પાસાઓનો અભ્યાસ કરાશે.

  માસ્ક ન પહેરનારા લોકોએ Covid સેન્ટરમાં સેવા આપવી પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો આદેશ

  સાથે સાથે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને કાર્યવાહી સંદર્ભે કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર નોટિફિકેશન સંદર્ભે તમામ મુદ્દાઓનો અભ્યાસ કરી તેની વિધિવત જાહેરાત પણ કરશે. અત્રે નોંધનીય છે કે, સમગ્ર મામલે હાઈકોર્ટે હવે કડક વલણ અપનાવ્યું છે. જેના પગલે હવે રાજ્યમાં કોરોના વચ્ચે માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને સરકારના કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. એટલું જ નહીં નિયમનો ભંગ કરનાર વ્યક્તિને દરરોજના પાંચથી છ કલાક સફાઈ કામ સહિત અલગ-અલગ કામોમાં ફરજિયાત સેવાઓ આપવી પડશે.  જોકે, નિયમનો ભંગ કરવા બદલ પકડાયેલ વ્યક્તિને તેની વય મુજબ સેવાઓ સોંપવામાં આવી શકે છે. અને આ મામલે પણ સરકાર અભ્યાસ કરીને જાહેરનામું પ્રસિદ્ધ કરશે. જોકે, આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડી તાત્કાલિક અમલ કરાવવાનો હુકમ ગુજરાત સરકારને કર્યો છે.
  First published:

  આગામી સમાચાર