Home /News /samachar /

ડેન્ગ્યૂને ડામવાનો 'એક્શન પ્લાન', વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીનાં પાઠ

ડેન્ગ્યૂને ડામવાનો 'એક્શન પ્લાન', વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીનાં પાઠ

ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર તો પ્રયાસ કરી રહ્યું છે.

ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર તો પ્રયાસ કરી રહ્યું છે.

  સંજય ટાંક, અમદાવાદ : શહેરમાં ડેન્ગ્યુનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં રોગચાળાનો આંક તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર તો પ્રયાસ કરી રહ્યું છે અને હવે શિક્ષણ વિભાગ પણ ડેન્ગ્યુને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને સાવચેતીનાં પાઠ ભણાવવા શાળા સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે.

  ડેન્ગ્યુને ડામવા જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ અંગે માહિતગાર કરવા પરિપત્ર કરી શાળાઓને સાવચેતી રુપે પગલા લેવા આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે. 'સ્વસ્થ રહો, સાવચેત રહો' આ અભિયાન હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાયું છે. અમદાવાદ શહેરનાં જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે એક પરિપત્ર કરીને ડેન્ગ્યુનાં કહેર સામે સાવચેતીનાં પગલા ભરવા શહેરની શાળાઓને આદેશ કર્યો છે. શહેરમાં સરકારી અને ખાનગી મળી કુલ 1500થી વધુ શાળાઓ આવેલી છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ શું છે તેના મચ્છરો નાં કરડે તે માટે શું કરશો. સાવચેતીના પગલા લેવા માટે શું કરવું? ડેન્ગ્યુનાં લક્ષણો અને તેની સારવાર અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા શાળાઓને કડક સુચના આપવામાં આવી છે.

  આ પણ વાંચો : અંકલેશ્વર : બોયફ્રેન્ડને મળવા ગયા બાદ નર્સનું રહસ્યમય સંજોગોમાં મોત

  ડેન્ગ્યુ સામે સાવચેતીના પગલા લેવા શું કરવું

  • પાણીના બધા કન્ટેનર, ઓવરહેડ ટાંકી યોગ્ય રીતે ઢાંકીને રાખવી
   મચ્છર કરડવાથી બચવા દિવસ દરમિયાન ખુલ્લા ભાગોમાં મોસ્ક્યુટો રેપ્લેન્ટનો ઉપયોગ કરવો.

  • મચ્છરના ડંખથી બચવા આખી બાંયના કપડા પહેરવા.

  • મચ્છરોને દૂર રાખવા દરવાજા, બારી પર મચ્છર જાળી, મચ્છર કોઈલ, સાદડીનો ઉપયોગ કરવો.

  • નાના બાળકો માટે પલંગની જાળીનો ઉપયોગ કરવો.

  • ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં પાણીનો ભરાવો નથીને તેની ખાતરી કરો.


  ડેન્ગ્યુ સામે સાવચેતીના પગલા લેવા શું ન કરવું

  • ઘર, ઓફિસ, શાળાઓ, કારખાનાઓ આસપાસ પાણીને એકઠું થવા ન દો.

  • તુટેલા વાસણો, ફર્નિચર, ફુલદાની, ટાયર ધાબા પર એકત્રિત થવા ન દો.

  • ડેન્ગ્યુ તાવના દર્દીઓને એસ્પિરીન, બ્રુફેન ન આપો.


  ડેન્ગ્યુના લક્ષણો

  • તાવની અચાનક શરુઆત.

  • માથાના આગળના ભાગે તીવ્ર દુઃખાવો.

  • આંખોની પાછળ દુઃખાવો.

  • સ્નાયુ અને સાંધાનો દુઃખાવો.

  • સ્વાદ અને ભુખની ઈચ્છા ઓછી થવી.

  • છાતી અને ઉપલા અંગો પર ઓરી જેવી ફોલ્લીઓ થવી.

  • ઉબકા અને ઉલ્ટી થવી.


  ડેન્ગ્યુની સારવાર

  • ડેન્ગ્યુની કોઈ વિશિષ્ટ સારવાર નથી

  • રોગ નિવારક સારવાર અને કેસ મેનેજમેન્ટ એક માત્ર રસ્તો

  • ડેન્ગ્યુથી ગભરાવાની જરુર નહિ

  • દર્દીને વધુ પ્રવાહી અને પીવાલાયક પ્રવાહી આપવા

  • દર્દીએ પુનઃ રિકવરી ના આવે ત્યાં સુધી સંપુર્ણ આરામ કરવો

  • ડેન્ગ્યુની સિઝનમાં કોઈ પણ પ્રકારની તાવની ગોળી લેવી ટાળવી

  • સારવાર માટે ડોક્ટરની સલાહ અને યોગ્ય નિદાન મેળવવું


  મહત્વનું છે કે, વરસાદની સિઝન બાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલી, પોળ, સોસાયટી સહિતના રહેણાક વિસ્તારોમાં જઈ લોકોને ડેન્ગ્યુ મેલેરિયા અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને પણ જાગૃત કરવા અને સાવચેતી અને સલામતીના પાઠ ભણાવવા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ અનોખી પહેલ કરી છે.
  First published:

  આગામી સમાચાર