Home /News /samachar /ગુજરાત પેટા-ચૂંટણી: કૉંગ્રેસની તમામ બેઠક પર ભાજપની જીત! ડાંગમાં 59 હજાર મતની લીડથી અભૂતપૂર્વ વિજય

ગુજરાત પેટા-ચૂંટણી: કૉંગ્રેસની તમામ બેઠક પર ભાજપની જીત! ડાંગમાં 59 હજાર મતની લીડથી અભૂતપૂર્વ વિજય

કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ તમામ બેઠકો ખાલી પડી હતી, તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે.

કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ તમામ બેઠકો ખાલી પડી હતી, તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણી (Gujarat Bypoll 2020 result)ના પરિણામ આવી ગયા છે. તમામ બેઠક પર ભાજપ (BJP)ની જીત થઈ છે. આ તમામ બેઠક કૉંગ્રેસ (Congress) પાસે હતી. રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા આ બેઠકો ખાલી પડી હતી. આઠમાંથી પાંચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ આયાતી એટલે કે કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપી હતી. આ તમામના કપાળે પણ જતાએ વિજય તિલક કર્યું છે. સૌથી ચર્ચાસ્પદ કહી શકાય તેવું પરિણામ ડાંગ બેઠક પર જોવા મળ્યું છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 60 હજારની લીડથી વિજય થયો છે.

  ડાંગ: ડાંગ: પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 મતની જંગી લીડથી વિજેતા થયા છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ 94,006 મત જ્યારે કૉંગ્રેસ ઉમેદવારને કુલ 33,911 મત મળ્યા છે. કુલ 1,35,098 મત પૈકી 2,939 મત નોટામાં ગયા છે.

  કપરાડા: કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીનો ઐતિહાસિક વિજય થયો છે. જીતુભાઈ ચૌધરીની કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચમી જીત થઈ છે. અત્યાર સુધી ચાર વખત તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડા બેઠક પર ચૂંટાયા હતા. પાંચમી વખત ભાજપના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે. નવા સીમાંકન બાદ ભાજપની આ બેઠક પર પ્રથમ જીત થઈ છે. જીતુભાઈ ચૌધરી સામે કૉંગ્રેસમાંથી બાબુભાઈ વરઠા મેદાનમાં ઉતર્યાં હતાં. જીતુભાઈને આ બેઠક પર 1,12,941 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના બાબુભાઈ વરઠાને 65,875 મત મળ્યા છે. આ બેઠક પર જીતુભાઈનો 47,066 મતથી વિજય થયો છે.

  આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા: આઠ બેઠક ગુમાવતા કૉંગ્રેસની 65 બેઠક રહી, ભાજપની વધીને 111 થઈ

  લીંબડી: લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 42 રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાનો 32,050 મતની લીડ સાથે વિજય થયો છે. કિરીટસિંહ રાણાને કુલ 88,928 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ચેતનભાઇ ખાચરને કુલ 56,878 મત મળ્યા છે. આ બેઠક પર 3,558 મત નૉટામાં પડ્યા છે.

  મોરબી: અંતિમ રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ 64,711 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને કુલ 60,062 મત મળ્યા છે. આ રીતે બ્રિજેશ મેરજાનો 4,649 મતની લીડથી વિજય થયો છે.  કરજણ: ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ 76,958 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને કુલ 60,533 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયપટેલનો 16,425 મતોથી વિજય થયો છે.

  ગઢડા: ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જીત. ભાજપના ઉમેદવારને કુલ 70,886 મત મળ્યાં. કૉંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને 48,291 મત મળ્યાં. ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો 22,595 મતોથી વિજય થયો.

  અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને કુલ 71,848 મત મળ્યાં હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીને કુલ 35,070 મત મળ્યા હતા. આ બેઠક પર અફક્ષ ઉમેદવાર હનિફ પડ્યારને 26,463 મત મળ્યા છે. બેઠક પર પ્રદ્યુમનસિંહનો 36,778 મતથી વિજય થયો છે.

  ઘારી બેઠક: બેઠક પર ભાજપના જે.વી. કાકડિયાને કુલ 49,974 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને કુલ 32,765 મત મળ્યા છે. આ બેઠક ભાજપના ઉમેદવાર કાકડિયાએ 17,209 મતની લીડથી જીતી લીધી છે.

  કેઈ બેઠક પર કોની-કોની વચ્ચે હતી ટક્કર?

  બેઠક--------ભાજપ--------------કૉંગ્રેસ
  અબડાસા---પ્રદ્યુમનસિંહ જાડેજા--ડો.શાંતિલાલ સંઘાણી
  મોરબી------બ્રિજેશ મેરજા-------જયંતીલાલ પટેલ
  ધારી--------જે.વી. કાકડિયા-----સુરેશ કોટડિયા
  કરજણ------અક્ષય પટેલ--------કિરીટસિંહ જાડેજા
  કપરાડા------જિતુ ચૌધરી--------બાબુભાઈ વરઠા
  ગઢડા--------આત્મરામ પરમાર--મોહનલાલ સોલંકી
  ડાંગ----------વિજય પટેલ-------સૂર્યકાંત ગાવિત
  લીંબડી-------કિરીટસિંહ રાણા---ચેતન ખાચર
  First published:

  विज्ञापन