Home /News /samachar /

નારાયણ સાંઇ જેલમાં કાચાકામમાંથી બન્યો પાકા કામનો કેદી, કાપશે ઘાસ

નારાયણ સાંઇ જેલમાં કાચાકામમાંથી બન્યો પાકા કામનો કેદી, કાપશે ઘાસ

    સાધ્વી સાથે દુષ્કર્મ કેસનો દોષિત નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, હાલ તે સુરતની લાજપોર જેલમાં બંધ છે, અહીં તેને કેદી નંબર અને કેદીના કપડાં અપાયા હતા, હવે તેને જેલમાં કામ પણ સોંપાયું છે. જેલ પ્રસાશન દ્વારા નારાયણ સાંઇને ઘાસ કાંપવાનું કામ સોંપાયું છે.

    સુરતઃ જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ ફટકારવામાં આવી હતી. અને નારાયણ સાંઈને લાજપોર જેલમાં બેરેક સી-6માં કેદી નંબર 1750 આપી રાખવામાં આવ્યો છે. આજીવન કેદની સજા બાદ નારાયણ સાંઈ કાચા કામના કેદીમાંથી પાકા કામનો કેદી બની ગયો છે. અને નારાયણ સાંઈએ કોઈ કામ પસંદ ન કરતા જેલ તંત્ર દ્વારા જેલમાં ઘાસકાપવાનું કામ સોંપવામાં આવ્યું છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ અચાનક પૈસાની જરૂપ પડે તો SBIએ શરૂ કરી નવી સુવિધા

    2013માં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નારાયણ સાંઈ વિરુદ્ધના સાધિકા દુષ્કર્મ કેસમાં મંગળવારે સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદ ફટકારી હતી. આજીવન કેદની સજા સાંભળી નારાયણ સાંઈના હોંશ ઉડી ગયા હતા. હાલ નારાયણ સાંઈને લાજપોર જેલમાં બેરેક સી-6માં કેદી નંબર 1750 આપી રાખવામાં આવ્યો છે. નારાયણ સાંઈએ પાકા કામના કેદી તરીકે કોઈ કામની માંગણી કરી ન હતી. જેથી એક સપ્તાહ બાદ તેને જેલમાં ઘાસ કાપવાની કામગીરી સોંપવામાં આવી છે.જોકે, આ પ્રાયોગીક ધોરણે કામગીરી સોંપવામાં આવી હોવાથી તેને ત્રણ મહિના એક રૂપિયો પણ નહીં મળે. ત્યારબાદ દૈનિક 70 રૂપિયા રોજ આપવામાં આવશે.

    જેલમાં કેદીઓ કામ કરીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ કામો આપવામાં આવે છે. જેલની ભાષામાં તેને ચહેરા ગણવા કહેવાય છે. લાજપોર જેલમાં હીરા ઘસવાની ઘંટી, બાગ કામ, રસોઈ કામ, જેલ સુપ્રિડેન્ડન્ટ ઓફિસનું કામ, લાઈબ્રેરીયન અને દવાખાનામાં તબીબના મદદનીશ તરીકે કામ હોય છે. સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈની સાથે સજા પામેલા હનુમાન કેદી નંબર 1749, ગંગા કેદી નંબર 1752, જમુના કેદી નંબર 1751ને હાલ કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. જોકે, થોડા સમયમાં ત્રણેયને કામગીરી સોંપવામાં આવશે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन