Home /News /samachar /

કાશ્મીર ઘાટીમાં શાંતિ સ્થપાયેલી રહે તે માટે સરકારે બનાવ્યો આ ઍક્શન પ્લાન

કાશ્મીર ઘાટીમાં શાંતિ સ્થપાયેલી રહે તે માટે સરકારે બનાવ્યો આ ઍક્શન પ્લાન

હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે જમ્મુ-કાશ્મીરમાં ચાર ખાસ સમૂહોને સંભાળવાની પ્રભાવશાળી રણનીતિ

હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે જમ્મુ-કાશ્મીરમાં ચાર ખાસ સમૂહોને સંભાળવાની પ્રભાવશાળી રણનીતિ

  જમ્મુ-કાશ્મીરમાં નાકાબંધી અને સંચાર બ્લેકઆઉટ ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલા ફેરફારો બાદ કોઈ પણ ખરાબ પરિણામોથી બચવા માટે સરકારે વ્યાપક રણનીતિ અપનાવી હતી, જે હવે સામાન્ય થતી દેખાઈ રહી છે. આ રણનીતિ મુજબ રાજ્યના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી, ફોન અને ઇન્ટરનેટ લાઇનોને પ્રતિબંધિત કરવામાં આવી અને કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણય લેવામાં આવ્યા.


  સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે રાજ્યમાં ચાર ખાસ સમૂહોને સંભાળવાની ખૂબ જ પ્રભાવશાળી રણનીતિ તૈયાર કરી છે. લોકોના પહેલા સમૂહને સરકારના અધિકારીઓએ 'મૂવર્સ એન્ડ શેકર્સ' કરાર કર્યા છે. તે હેઠળ પ્રદર્શનકર્તાઓની વચ્ચે પોતાના લોકોને મોકલીને ખાનગી જાણકારી મેળવવી સામેલ છે. આ લોકો ગુસ્સે ભરાયેલી ભીડમાં હળીમળીને રહેશે, કોઈને પણ કંઈ નુકસાન નહીં પહોંચાડે.


  પહેલો સમૂહ પ્રદેશના નેતાઓનો : આ પ્રકારના પ્રદર્શન પાછળ હુર્રિયત કે મુખ્યધારાના રાજનેતાઓનો હાથ હોય છે. પહેલા સમૂહમાં આ જ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, આ નેતાઓને કસ્ટડમાંથી મુક્ત કરીને નજરકેદમાં રાખવામાં આવશે. કારણ કે સરકાર માટે આ હાઉસ અરેસ્ટની નીતિ ફિટ બેસે છે અને આ નીતિ ચાલુ રહેશે.


  બીજો સમૂહ પથ્થરબાજોનો : બીજો સમૂહ પથ્થરબાજો અને હિંસક પ્રદર્શનકર્તાઓનો છે, જેમાં મોટાભાગે નવા છોકરાઓ છે. તેના માટે સરકારે કોમ્યુનિટી બોન્ડની એક રણનીતિ બનાવી છે, જેમાં 20 પરિવારના સભ્યો અને પરિચિતોને એક બોન્ડ પર સહી કરાવવી સામેલ છે. તે હેઠળ એવું સુનિશ્ચિત કરવાનું છે કે ફરીથી આવું નહીં કરે.


  ત્રીજા સમૂહમાં આતંકીઓ : ત્રીજા સમૂહમાં આતંકી છે. પ્રશાસનને લાગે છે કે સેના સરહદ અને નિયંત્રણ રેખા પર ધ્યાન આપશે, જ્યાંથી પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને ઘાટીમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. સરકાર પંજાબ અને જમ્મુમાં સરહદ સુરક્ષાની સમીક્ષા કરવાની પણ યોજના બનાવી રહી છે.


  ચોથો સમૂહ ધાર્મિક નેતાઓનો : લોકોનો ચોથો સમૂહ ધાર્મિક નેતાઓ જેવા પ્રભાવશાળી વ્યક્તિઓનો છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર આ ધાર્મિક નેતાઓની ઓળખ કરશે અને તેમની પર નજર રાખશે, જેમને હિંસા ભડકાવવા અને અશાંતિ ફેલાવતા જોવા મળે છે. અધિકારી એવા કોઈ પણ વ્યક્તિની સાથે કઠોરતાપૂર્વક વર્તન કરશે અને તેમની તાત્કાલીક ધરપકડ કરશે.


  જમ્મુ-કાશ્મીર હવે બે સપ્તાહથી વધુ સમયથી આ સ્થિતિમાં છે. જ્યારથી સરકારે પર્યટકો અને તીર્થયાત્રીઓને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું અને પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા,અને મહેબૂબા મુફ્તી સહિત લગભગ 400 રાજકીય નેતઓને તેમના ઘરોમાં નજરકેદ કરી દીધા હતા.


  કેટલાક પ્રતિબંધોમાં મુક્તિ આપવામાં આવી અને શનિવારે કાશ્મીર ઘાટીના કેટલાક વિસ્તારમાં 50,000થી વધુ લેન્ડલાઇન ફોન કનેક્શન ચાલુ કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું છે કે ઘાટીના કેટલાક હિસ્સામાં મોટી સભાઓ પર પ્રતિબંધોના આદેશમાં ઢીલ મૂકવામાં આવશે. જોકે, પ્રદેશમાં ભારે સુરક્ષાની સ્થિતિ ચાલુ રહેશે.
  First published:

  આગામી સમાચાર