Home /News /samachar /

 શાળાઓમાં 5106 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા 15 જાન્યુઆરીથી હાથ ધરાશે

 શાળાઓમાં 5106 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા 15 જાન્યુઆરીથી હાથ ધરાશે

ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.20-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.

ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.20-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.

    ગાંધીનગર:રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર કરાઇ છે.

    જે મુજબ ઉમેદવારો તારીખ 8 ડિસેમ્બર-2019 સુધી ઓનલાઇન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે. ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-1 (PML-1) તા.12-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. (PML-1)માં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.17-12-2019 ના રોજ હાથ ધરાશે.

    ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.20-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.27-12-2019 સુધી કરી શકાશે.

    વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના 20 ટકા મુજબ તા.30-12-2019 સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

    પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા તા.31-12-2019થી તા.-5-01-2020 સુધી હાથ ધરવામાં આવશે. તા.07-01-2020ના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે.

    ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણૂંક હુકમ માટે સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીનો તા.10-01-2020 સુધીમાં સંપર્ક કરી નિમણૂંક હુકમ મેળવવાનો રહેશે. નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન-07માં હાજર થવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन