Home /News /samachar /

એક અઠવાડિયામાં 8 ગણું વધ્યું 'અયોધ્યા' પર ગૂગલ સર્ચિંગ, ટ્રેન્ડમાં રહ્યું 'રામ મંદિર'

એક અઠવાડિયામાં 8 ગણું વધ્યું 'અયોધ્યા' પર ગૂગલ સર્ચિંગ, ટ્રેન્ડમાં રહ્યું 'રામ મંદિર'

1 નવેમ્બરે અયોધ્યાનાં 11 પોઇન્ટ્સ હતાં જે 4 નવેમ્બરે વધીને 25 થઇ ગયા હતાં. અને 8 નવેમ્બર સુધીમાં તે 200 પોઇન્ટ થઇ ગયા હતાં.

1 નવેમ્બરે અયોધ્યાનાં 11 પોઇન્ટ્સ હતાં જે 4 નવેમ્બરે વધીને 25 થઇ ગયા હતાં. અને 8 નવેમ્બર સુધીમાં તે 200 પોઇન્ટ થઇ ગયા હતાં.

  ન્યૂઝ18 ગુજરાતી: અયોધ્યા વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. પણ આ નિર્ણય આજે આવશે તેની જાહેરત ગત રાતે નવ વાગ્યા બાદ તે અંગે જાહેરાત કરવામાં આવી. જોકે છેલ્લા એક અઠવાડિયાથી જ વાતો હતી કે આગામી દિવસોમાં અયોધ્યાનાં વિવાદિત મામલે ગમે ત્યારે નિર્ણય આવી શકે છે.

  આ તમામની વચ્ચે ગૂગલ પર સોશિયલ મીડિયા પર 'અયોધ્યા' શબ્દ ચર્ચામાં રહ્યો. અયોધ્યા કી-વર્ડનું સર્ચિંગ 8 ગણું વધી ગયુ હતું. 1 નવેમ્બરે અયોધ્યાનાં 11 પોઇન્ટ્સ હતાં જે 4 નવેમ્બરે વધીને 25 થઇ ગયા હતાં. અને 8 નવેમ્બર સુધીમાં તે 200 પોઇન્ટ થઇ ગયા હતાં.

  ગૂગલ ટ્રેન્ડ્સનાં ડેટા મુજબ ઓક્ટોબરમાં અયોધ્યા શબ્દનું સૌથી વધુ સર્ચિંગ 16 ઓક્ટોબરનાં રોજ થયું હતું. આપને જણાવી દઇએ કે, આ જ દિવસે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઇ હતી. આ દિવસે અયોધ્યા કી વર્ડનાં 100 પોઇન્ટ હતાં.

  આ પણ વાંચો- અમદાવાદી પિતા-પુત્રએ 30 વર્ષથી તૈયાર રાખી છે અયોધ્યા રામ મંદિરની ડિઝાઇન

  ગૂગલ ઉપર આ કી-વર્ડ સૌથી વધારે સર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં અયોધ્યા કી-વર્ડનું સર્ચિંગ 8 ગણું વધ્યું છે. 1 નવેમ્બરે અયોધ્યાને 11 પોઈન્ટ્સ હતા. જ્યારે ચાર નવેમ્બરે તે વધીને 25 થઈ ગયા અને 8 નવેમ્બર સુધી 200 પોઈન્ટ થઈ ગયા. ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા મુજબ ઓક્ટોબરમાં અયોધ્યાનું સૌથી વધારે સર્ચિંગ 16 ઓક્ટોબરે થયું. આ દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ હતી. આ દિવસે અયોધ્યા કી-વર્ડને 100 પોઈન્ટ હતા. અયોધ્યા કી-વર્ડ સૌથી વધારે ઉત્તરપ્રદેશની જનતા દ્વારા સર્ચ કરવામાં આવ્યો હતો, જે બાદ કર્ણાટક, ગોવા અને દિલ્હી જેવાં શહેરોમાં સર્ચ થયો હતો.

  આ સીવાય અન્ય એક શબ્દ 16 ઓક્ટોબરનાં રોજ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડમાં રહ્યો હતો તે હતો 'રામ મંદિર'. આ દિવસે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી પૂર્ણ થઇ હતી અને પાંચ જજની ખંડપીઠે તેમનો નિર્ણય રિઝર્વ રાખ્યો હતો.

  આ પણ વાંચો- રામ મંદિર માટે 29 વર્ષથી પથ્થરો કોતરી રહેલો આ ગુજરાતી ચુકાદો ન સાંભળી શક્યો!
  First published:

  આગામી સમાચાર