Home /News /samachar /

ધનતેરસ પહેલા સોના-ચાંદીના નવા ભાવ આવ્યા, ફટાફટ જાણી લો આજના ભાવ

ધનતેરસ પહેલા સોના-ચાંદીના નવા ભાવ આવ્યા, ફટાફટ જાણી લો આજના ભાવ

તહેવારોની સિઝનમાં આભૂષણોની માંગ વધવાથી અને રૂપિયામાં મજબૂતાઇ તેમજ ગ્લોબલ ટ્રેન્ડના કારણે સોનાના ભાવમાં સપોર્ટ મળ્યો છે.

તહેવારોની સિઝનમાં આભૂષણોની માંગ વધવાથી અને રૂપિયામાં મજબૂતાઇ તેમજ ગ્લોબલ ટ્રેન્ડના કારણે સોનાના ભાવમાં સપોર્ટ મળ્યો છે.

ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે ત્યારે ફેસ્ટિવ સિઝનની (Festive Season) લોકો ખરીદી કરી રહ્યા છે. જોકે, ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ત્યારે ધનતેરસના (Dhanteras 2019)આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ધનતેરસના દિવસ પહેલા સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.


આ અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે સોનાના ભાવમાં (Gold Price Today)તેજી જોવા મળી છે. રૂપિયામાં મજબૂતી અને ગ્લોબલ ટ્રેન્ડના કારણે દિલ્હી સોના-ચાંદી બજરામાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Prices) રૂ.177 વધારો નોંધાયો છે.


આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં (Silver Price Today) પણ તેજી જોવા મળી હતી. ચાંદીના ભાવમાં (Silver Prices) 290 રૂપિયા પ્રતિ કિલોગ્રાનો ભાવ વધારો નોંધાયો છે.


બુધવારે દિલ્હી જવેરી બજારમાં સોનાના (delhi gold silver market) ભાવ 177 રૂપિયા વધીને રૂ. 38,932 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ગત સત્રના કારોબારમાં સોનાનો ભાવ રૂ. 38,755 પ્રતિ 10 ગ્રાની સપાટીએ બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રી બજારમાં સોનાનું 1493 ડૉલર અને ચાંદી 17.57 ડૉલર પ્રતિ ઔંસ રહ્યા હતા.


દિલ્હી સોના-ચાંદી બજારમાં એક કિલોગ્રામ ચાંદીમાં રૂ. 290નો વધારો થઇને ચાંદી રૂ. 46,560ની સપાટીએ પહોંચી હતી. જે ગઇકાલે રૂ.46,270 પ્રતિ કિલોગ્રામની સપાટીએ રહી હતી.


HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે તહેવારોની સિઝનમાં આભૂષણોની માંગ વધવાથી સોનાના ભાવમાં સપોર્ટ મળ્યો છે.


જ્યારે રૂપિયામાં મજબૂતાઇ અને ગ્લોબલ ટ્રેન્ડના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા પણ એક કારણ છે.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन