Home /News /samachar /Gandhi jayanti 2020 : સાબરમતી જેલના ખૂંખાર કેદીઓ પણ ગાંધી વિચારોથી પ્રભાવિત, દર વર્ષે લેવાય છે પરીક્ષા

Gandhi jayanti 2020 : સાબરમતી જેલના ખૂંખાર કેદીઓ પણ ગાંધી વિચારોથી પ્રભાવિત, દર વર્ષે લેવાય છે પરીક્ષા

વર્ષ 2016થી શરૂ થયેલી પરીક્ષામાં અત્યારસુધી 800 કેદીઓએ ભાગ લીધો, આજથી સાબરમતી જેલમાં રેડિયોની શરૂઆત

વર્ષ 2016થી શરૂ થયેલી પરીક્ષામાં અત્યારસુધી 800 કેદીઓએ ભાગ લીધો, આજથી સાબરમતી જેલમાં રેડિયોની શરૂઆત

    અમદાવાદ : આજે મહાત્માગાંધીની જયંતિ છે.  (Gandhi Jayanti 2020)ગાંધીજીની 150મી જન્મજયંતિના વર્ષમાં જ્યારે સમગ્ર દેશમાં જુદા જુદા પ્રકારે ઊજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની સાબરમતી (Sabarmati Jail) જેલમાં એક રેડિયો સ્ટેશનની (Radio Station in Sabarmati jail) શરૂઆત થઈ છે. આ જેલ આમતો ખૂંખાર કેદીઓ માટે છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ જેલના કેદીઓ ગાંધી વિચારોથી પ્રભાવિત થઈ રહ્યા છે. સાબરમતી જેલમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીજીને વૈચારિક સ્વરૂપે લઈ જવાનું કાર્ય પરીક્ષાના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ગાંધી જયંતિના અવસરે જેલમાં ગાંધી વિચારોની પરીક્ષા (Exam on Gandhi in Sabarmati Jail) યોજાય છે. આ પરીક્ષાના કારણે ખૂંખાર કેદીઓ પણ ગાંધી વિચારોને વાંચતા-લખતા આત્મસાત કરતા થઈ ગયા છે. અત્યારસુધીમાં જેલમાં 800 કેદીઓએ આ પરીક્ષા આપી છે. આ વર્ષે 210 કેદીઓ આ પરીક્ષા આપશે.

    આ પરીક્ષાની વિગત એવી છે કે જેલમાં ગાંધીજીને લઈ જવા જોઈએ અને તેનાથી કેદીઓના માનસમાં પરિવર્તન લાવી શકાય તેવા ઉમદા વિચારો સાથે વર્ષ 2016થી નવજીવન ટ્રસ્ટના (Navjeevan Trust) સહયોગથી આ પરીક્ષા શરૂ કરવામાં આવી. આ પરીક્ષામાં દર વર્ષે કેદીઓની સંખ્યા વધવા લાગી અને વર્ષ 2019 સુધીમાં 800 ખૂંખાર કેદીઓ ગાંધી સામે નતમસ્તક થઈ ગયા. કેટલાક કેદીઓના જીવનમાં આમુલચૂર પરિવર્તન પણ આવ્યું તો કેટલાક કેદીઓ ગાંધીને વધારે વાંચવા લાગ્યા.

    આ પણ વાંચો :  Gandhi Jayanti 2020 : સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ,મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ

    આ પરીક્ષાના કોર્ડિનેટરે જણાવ્યું કે 'દર વર્ષે એક પુસ્તકની પસંદગી કરવામાં આવે છે અન તે પુસ્તક તમામ કેદીઓને વાંચવા આપવામાં આવે છે. આ પુસ્તકના આધારે પરીક્ષા લેવામાં આવે છે. આ પુસ્તકમાંથી પસંદ કરાયેલા પ્રશ્નોનું 80 માર્ક્સનું પેપર લેવાય છે અને ત્યારબાદ જે કેદી સારૂં પ્રદર્શન કર્યુ હોય તેમને પ્રથમ બીજો અને ત્રીજો નંબર આપવામાં આવે છે. કેદીને રોકડ પુરસ્કાર આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવું કરવાથી તેના માનસમાં પરિવર્તન આવવાની શક્યતા રહેલી છે.'

    પ્રથમ નંબરે આવે છે ખૂંખાર કેદી

    આ પરીક્ષામાં અત્યારસુધીમાં જે કેદીએ પ્રથમ નંબર મેળવ્યો છે તેના વિશે જાણીને ચોંકી જશો. આ પરીક્ષામાં પ્રથમ નંબર અમદાવાદ બ્લાસ્ટનો આરોપી સમસુદ્દીન જ આવ્યો છે. તેની યાદશક્તિના કારણે તે 80માંથી 80 માર્ક્સ પણ મેળવી ગયો છે. જોકે, સમસુદ્દીન અંગ્રેજી વિષયમાં જ પુસ્તક વાંચે છે અને પેપર પણ અંગ્રેજીમાં આપે છે.

    મારા સપનાનું ભારત આ વર્ષનો વિષય

    આ વર્ષે જેલમાં જે પરીક્ષા યોજાશે તેના માટે કેદીઓને ગાંધીજીનું પુસ્તક 'મારા સપનાનું ભારત' આપવામાં આવ્યું હતું. આ વર્ષે આ પુસ્તક પરથી કેદીઓ પરીક્ષા આપશે. જે કેદી સારૂં પ્રદર્શન કરશે તેમને પુરસ્કાર આપવામાં આવશે.

    આ પણ વાંચો :  ગાંધી જયંતિ: શું તમે જાણો છો ભારત પછી વિશ્વના કયા દેશમાં ગાંધીજીની સૌથી વધારે પ્રતિમા આવેલી છે?

    જેલમાં રેડીયોની શરૂઆત

    તમે મુન્નાભાઈને યરવડા જેલમાંથી 'ગુડ મોર્નિંગ યરવડા' કહેતા સાંભળ્યા છે. આવી જેલની કોમ્યુનિટી રેડિયો સર્વિસ સાબરમતીમાં શરૂ કરવામાં આવી છે. સાબરમતી જેલમાં આ રેડિયો સ્ટેશન માટે 12 કેદીઓને આર.જે.ની તાલિમ આપવામાં આવી છે. જોકે, સુરક્ષાના કારણોસર જેલમાં આ રેડિયો એર રેડિયો નથી પરંતુ કેબલ રેડિયો છે એટલે કે જેલમાં જ્યાં જ્યાં સ્પીકર લગાડવામાં આવ્યા છે, ત્યા ત્યા આ રેડિયો સાંભળી શકાશે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો