Home /News /samachar /

ઇન્ટરનેટ પર બન્યા મિત્ર, પંડાલમાં મળ્યાને 4 કલાક જ કર્યું આ કામ...

ઇન્ટરનેટ પર બન્યા મિત્ર, પંડાલમાં મળ્યાને 4 કલાક જ કર્યું આ કામ...

કેટલીક વાર સાચો જીવનસાથી શોધવામાં વર્ષો વીતી જાય છે અને કેટલીક વાર બસ થોડા જ કલાકો કોઇને મળીએ છીએ અને તે આપણો જીવનસાથી બની જાય છે. આવું જ કંઇક કોલકાતામાં થયું. દુર્ગા પૂજા દરમિયાન બે લોકો મળ્યા અને 4 કલાકમાં તેમણે એકબીજાથી લગ્ન કરી લીધા. હિંદ મોટરના સુદીપ ઘોષાલ અને શિવડાફુલીની પ્રતિભા બેનર્જી ત્રણ મહિના પહેલા જ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના મિત્રો થયા હતા. બંને જણા સોશિયલ મીડિયામાં એક બીજા સાથે વાતો કરતા હતા. સોશિયલ મીડિયા દ્વારા જ સુદીપને ખબર પડી કે પ્રતિમા અષ્ઠમીના દિવસે કોલકાતામાં પોતાના એક મિત્રને મળવા આવી રહી છે.

અને તે પછી બંનેએ પહેલીવાર મળવાનો પ્લાન બનાવ્યો. સુદીપે કહ્યું કે નસીબજોગે પ્રતિમા તેની દુર્ગા પંડાલમાં મળી. જ્યાં તે તેના મિત્ર સાથે પહોંચી હતી. સુદીપે કહ્યું કે તે પછી કંઇક તેવો માહોલ બન્યો કે તેણે પ્રતિમાને પ્રપોઝ કરી અને પ્રતિમાએ પણ હા પાડી. સુદીપે કહ્યું કે પ્રતિમા ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને તે તેના પ્રેમમાં પડ્યા વગર રહી ના શક્યા.

પણ વાત એટલેથી ના અટલી સુદીપે કહ્યું કે સાંજે 8 વાગે અને સંતોષ મિત્રા સ્ક્વેયર પંડાલમાં ફરી એક વાર મળ્યા. અને અનેક લોકોની સામે તેમણે અહીં પંડાલમાં જ એક બીજાથી લગ્ન કરી લીધા. બ્યૂટિક ચલાવતી પ્રતિમાએ કહ્યું કે તે સુદીપથી પ્રેમ કરે છે. અને તેની સાદગી અને ભોળપણ તેને ખૂબ જ ગમે છે. અને માટે જ તેણે લગ્ન માટે પણ જલ્દી જ હા પાડી દીધી. સુદીપે કહ્યું કે તેને પ્રતિમાથી પહેલી નજરનો પ્રેમ થઇ ગયો છે. અને હવે તે આજીવન એકબીજાની સાથે રહેવા માંગે છે.
First published:

આગામી સમાચાર