Home /News /samachar /

નખત્રાણા: બોલેરો અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મહિલા સહિત 4ના મોત

નખત્રાણા: બોલેરો અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મહિલા સહિત 4ના મોત

નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટેલર એક બીજાની સામ સામે અચાનક આવી જતા જબરદસ્ત ટક્કર થઈ. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા

નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટેલર એક બીજાની સામ સામે અચાનક આવી જતા જબરદસ્ત ટક્કર થઈ. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા

    રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ખુબ વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થતો જાય છે. આજે કચ્છના નખત્રાણાથી આવી જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.


    પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટેલર એક બીજાની સામ સામે અચાનક આવી જતા જબરદસ્ત ટક્કર થઈ. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, અને ગાડીનો ફૂરચો બોલી ગયો હતો.


    ઘટના સ્થળે હાજર રહેલા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ચાર લોકો ગાડીની બહાર આવીને પડી ગયા, એક મહિલાનો તો હાથ કપાઈને રસ્તા પર છુટો પડ્યો હતો. શરીર પણ છોલાઈ ગયું હતું. તુરંત સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા, સ્થળ પર ટીમ પહોંચી ગઈ પરંતુ ત્યાં સુધીમાં તો ચાર લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે એક ગંભીર રીતે ગાયલ વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.


    પોલીસ અનુસાર, બે મહિલા અને બે પુરૂષના આ દુર્ઘટનામાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે જાણકારી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે કામગારી હાથ ધરવામાં આવી છે.
    Published by:Pankaj Jain
    First published:

    આગામી સમાચાર