Home /News /samachar /

ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાંયો

ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાંયો

ભારતના 28 રાજ્યો પૈકી 27 રાજ્યોમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે. ગુજરાતના 100થી વધુ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ દયનિય છે, ત્યારે તેમને જીવન નિર્વાણ માટે માનદ ભથ્થું આપવું જોઈએ

ભારતના 28 રાજ્યો પૈકી 27 રાજ્યોમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે. ગુજરાતના 100થી વધુ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ દયનિય છે, ત્યારે તેમને જીવન નિર્વાણ માટે માનદ ભથ્થું આપવું જોઈએ

  એક્સ MLA કાઉન્સિલ ગુજરાતના ચેરમેન બાબુભાઇ મેઘજી શાહે જાહેરાત કરી છે કે, આગામી 27 જાન્યુઆરીના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. તેમની મુખ્ય માંગ છે કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. ગુજરાતના 100થી વધુ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ દયનિય છે, ત્યારે તેમને જીવન નિર્વાણ માટે માનદ ભથ્થું આપવું જોઈએ. એટલું જ નહીં તેમને ધારાસભ્યોની જેમ મેડિકલની સુવિધા આપવી જોઈએ.

  તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમના દ્વારા અનેક વખત મુખ્યપ્રધાનને આ બાબતે પત્ર લખ્યો છે પણ તેનો પણ સંવેદનશીલ સરકારમાં પૂર્વ ધારાસભ્યોને સમય આપવાની વાત તો દૂર જવાબ આપવાની આ સરકાર કે તેના અધિકારીઓ તસ્દી ન લેતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

  પૂર્વ ધારાસભ્યોની બનેલ એક્સ MLA કાઉન્સિલની ચેરમેન બાબુ મેઘજી શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક ગુરુવારે યોજાઈ હતી. જેમાં બીજેપી, કોંગ્રેસના સભ્યોએ સર્વ સંમતિથી રાજય સરકાર સામે ગરીબ પ્રજાના સેવકોને જીવન નિર્વાહ માટે પેંશન આપવા માટે આંદોલન કરવા માટેનો ઠરાવ કર્યો હતો.

  આ બાબતે ચેરમેન બાબુ મેઘજી શાહે કહ્યું હતું કે, ભારતના 28 રાજ્યો પૈકી 27 રાજ્યોમાં પેન્શન આપવામાં આવે છે. સમગ્ર દેશ માટે મોડલ રૂપ રાજય ગણાતા ગુજરાતના પ્રજાના સેવકોને રાજય સરકાર અન્યાય કરી રહી છે. રાજયમાં પૂર્વ ધારાસભ્યો સંસદ સભ્ય રહી ચુક્યા છે તેમને ભારત સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે ત્યારે રાજય સરકારે જન હિત માટે કાર્ય કરતા પ્રજાના સેવકો માટે માનદ ભથ્થું આપવા માટે વિચારણા કરવી જોઈએ. આ બાબતે અનેક વખત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આવેદન પત્ર આપ્યા છે પણ સંવેદન શીલ ગણાતા રૂપાણીના પેટનું પાણી પણ હલતું નથી ત્યારેના છૂટકે પૂર્વ ધારાસભ્યોએ રાજય સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડી છે.

  આ બેઠકમાં બીજેપીના સિનિયર નેતા જયનારાયણ વ્યાસ, પૂર્વ ભરત બારોટ, અમરીશ પટેલ, ભુપેન્દ્ર ખત્રી, કોંગ્રેસના મુળરાજસિંહ પરમાર ફારૂક શેખ સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નોંધનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં મહિલાઓ, યુવાનો સરકાર સામે આંદોલન કરતા હતા હવે પૂર્વ ધારાસભ્યો પણ પ્રજાસતાક દિન બાદ સરકાર સામે જંગ છેડશે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन