અરવલ્લી : ધનસુરા તાલુકાનાં ખિલોડીયા ગામનો 15 વર્ષનો કિશોર 30 તારીખથી ગુમ છે. જતીનસિંહ નામનો વિદ્યાર્થી આકરુન્દ ગામની પી.કે ફણસે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. 30 તારીખે તે મિત્ર સાથે શાળામાંથી વહેલો ઘરે જવા નીકળ્યો હતો. જે બાદ તે ગુમ થયો છે. આ કિશોરનાં પરિવારમાં વિધવા માતા છે. જેમણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં 15 વર્ષનાં પુત્રનાં અપહરણની ફરિયાદ નોંધવી છે. જે બાદ તેની તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, ધનસુરા તાલુકાનાં ખિલોડીયા ગામનો 15 વર્ષનો કિશોર અચાનક ગુમ થઇ ગયો છે. આ કિશોરના પિતાનું ચાર મહિના પહેલા જ હૃદયરોગનાં હુમલાથી મોત નીપજ્યું હતું. જતીનસિંહ ઉર્ફે ગફુર (15) સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર અને સાથે ભણતા શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયો હતો. જે બાદ ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે તેવું જણાવીને પુલીયા નજીક ગરનાળા પર બેસી ગયો હતો. તેનો મિત્ર ઘરે જતો રહ્યો હતો. કિશોર ઘરે સમયસર ન પહોંચતા તેની માતાએ અને પરિવાજનોએ શોધખોળ હાથધરી હતી.
પરિવારને શોધખોળમાં પોતાનો લાડકવાયો ન મળતા તેમણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં કિશોરનાં ચપ્પલ અને દફતર કેનાલ પાસેથી મળી આવ્યાં હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર