નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર એક ખબર ખૂબ વાયરલ (Viral News) થઈ રહી છે. આ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે આવકવેરા વિભાગમાં તમામ રાજ્યોમાં 70 હજાર જેટલી ભરતી કરવામાં આવનાર છે. આ ખબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સમાચાર પ્રમાણે સરકારને સૌથી વધારે આવક ટેક્સ સ્વરૂપે અને આવકવેરા વિભાગથી થાય છે. સરકાર તરફથી વધારે 50 ટકા દુકાનોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કારણે આવકવેરા વિભાગ તરફથી તમામ રાજ્યોમાં 70 હજારથી વધારે ભરતી શરૂ કરવામાં આવી છે. તો જાણીએ આ ખબરમાં કેટલું તથ્ય છે. (આ પણ વાંચો: શું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ)
શું સાચે ભરતી થઈ રહી છે?
આ સમાચાર અંગે તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ સમાચાર ખોટા છે. આ અંગે કોઈ પણ વેબસાઇટ પર કોઈ પણ પ્રકારની જાહેરાત આપવામાં આવી નથી. જ્યારે પીઆઈબી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ દાવો ખોટો છે. સરકાર તરફથી આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.
दावा: #Whatsapp पर वायरल हो रहे एक मैसेज में दावा किया जा रहा है कि आबकारी विभाग ने समस्त राज्यों में 70,000 से अधिक नियुक्तियां निकाली हैं।#PIBfactcheck: यह दावा फर्जी है। सरकार द्वारा ऐसी किसी नियुक्ति की घोषणा नहीं की गई है। pic.twitter.com/Tam4Jtbc4P
આ સમાચારમાં એક વધારાની સૂચના પણ જોડાયેલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2019-2020 ઉપરાંત દેશી દારૂ, વિદેશી દારૂ, બીયરની દુકાનો તેમજ મૉડલ શૉપની નોંધણીના હેતુ માટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. જેના કારણે સરકારે આ નિર્ણય કર્યો છે.
કોરોના કાળમાં બેરોજગારીને કારણે સોશિયલ મીડિયા પર ગત દિવસોમાં આવા ફૅક ન્યૂઝ વાયરલ થતા આવ્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો તરફથી આ સમાચાર ખોટો હોવાનું જણાવી કહેવામાં આવ્યું છે કે, સરકારે આવો કોઈ નિર્ણય નથી કર્યો. સરકાર પણ કોરોના કાળમાં આવા ફૅક સમાચાર ફેલાતા રોકવા માટે અનેક પ્રયાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર